Kutch/ કચ્છી મહિલાઓનાં હાથ હુન્નરે કચ્છ રણોત્સવમાં વગાડ્યો ડંકો, પ્રવાસીઓ મોહી ગયા

કચ્છનાં વિશ્વ વિખ્યાત સફેદ રણમાં કોરોના મહામારી વચ્ચે પણ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, ખાસ તો આત્મનિર્ભર અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષે પ્રથમ વખત

Gujarat Others
કચ્છનાં વિશ્વ વિખ્યાત સફેદ રણમાં કોરોના મહામારી વચ્ચે પણ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, ખાસ તો આત્મનિર્ભર અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષે પ્રથમ વખત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા ધોરડોમાં 100 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કચ્છનાં રણોત્સવમાં પ્રથમ વખત રણઉત્સવ હસ્તકલા હાટ શરૂ કરવામાં આવ્યું છે ખાસ તો વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર અભિયાનને પ્રોત્સાહન આપવા અને મહિલાઓ પગભર બને એ માટે હસ્તકલાના ટેન્ટ મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ઉભા કરાયા છે કોરોનાના કારણે જુદા જુદા બે વિશાળ ડોમ ઉભા કરાયા છે એક ડોમમાં 50 સ્ટોલ ઉભા કરાયા છે કુલ 100 જેટલા સ્ટોલમાં સહેલાણીઓ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે સાથે લાઈવ ડેમો પણ નિહાળવાની તક મળે છે,કોવિડના કારણે પ્રવાસીઓ માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવે અને સેનિટાઈઝરનો ઉપયોગ કરે એ માટેની તકેદારી રાખવામાં આવી છે.
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નીગમ દ્વારા કચ્છનાં રણમાં મહિલા કારીગરોને પ્રોત્સાહિત કરવા જે પ્રદશન પ્રથમ વખત યોજવામાં આવ્યું છે તેને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે હેન્ડીક્રાફટ, મોતી વર્ક, મડ આર્ટ, વોલ પીશ, ફ્રેબીક, બાંધણી સહિતના વિવિધ સ્ટોલ ઉભા કરાયા છે,ભુજના પ્રિયાબેન ઠક્કર લાઈવ ફ્રેબીક પેઇન્ટ કરી રહ્યા છે તેઓ માસ્ક પર પેઇન્ટીંગ કરી આપે છે જૂનાગઢના શાંતિબેન ઓડેદરા લાઈવ મોતીવર્કનું ડેમોસ્ટ્રેશન આપે છે ભુજ તાલુકાના વરનોરા ગામના કેશરબેન શાલનો સ્ટોલ લગાવી કમાણી કરી રહ્યા છે.
દેશની પશ્ચિમી સરહદ નજીક ટુરિજમનું હબ બની ગયેલું સફેદરણ હવે એક પ્રચલિત નામ બની ગયું છે રણોત્સવનો પ્રારંભ થયા બાદ ક્ચ્છ દુનિયાના કચકડે વાઈટ રણના કારણે પ્રસિદ્ધ બન્યું છે દેશ અને દુનિયાના પ્રવાસીઓ સફેદ રણની સફેદી નિહાળવા સાથે આહલાદક કુદરતી સૌંદર્ય અને સમીસાંજનો ઢળતો સૂરજ નિહાળવાનો લ્હાવો અચુકથી લે છે.ભુજથી 83 કિલોમીટર દૂર ધોરડો નજીક ઉજવાતા રણોત્સવને 14 વર્ષ થયાં છે આ વર્ષે કોરોના મહામારીમાં તમામ તકેદારીઓ સાથે રણોત્સવ શરૂ થયો છે,ત્યારે પ્રવાસીઓનો ધસારો પણ જોવા મળી રહ્યો છે કચ્છની લોક સંસ્કૃતિને અનુરૂપ ઝાંખી કરાવતા અનેક પ્રદર્શનો પણ અહીં મૂકવામાં આવ્યા છે.
કચ્છના સફેદ રણમાં જવા માટે સ્પેશ્યલ ઊંટગાડીઓની પણ વ્યવસ્થા છે સફેદ રણ ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલો હોવાથી પ્રવાસન વિભાગ દ્વારા એક ખાસ પ્રકારની પરમીટ પ્રવાસીઓને આપવામાં આવે છે ખાસ તો ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ઉભા કરાયેલા પ્રદશનમાં લોકોનો ધસારો જોવા મળે છે.
કોરોના મહામારી વચ્ચે કચ્છમાં યોજાઇ રહેલા રણોત્સવમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે સાથે મહિલાઓની કલા કારીગરીને પ્રોત્સાહન આપવા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા જે પ્રયાસ કરાયો છે તે સરાહનીય છે દૂર દૂરથી આવતા પ્રવાસીઓ અહીંથી કલાત્મક વસ્તુઓની ખરીદી કરી લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપી રહ્યા છે જે એક ઉમદા પ્રયાસ છે
@કૌશિક છાયા, ક્ચ્છ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…