Bangladesh News: બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે (International Criminal Tribunal) ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના પર મુકાયેલા આરોપો સાચા ગણાવ્યા છે. આ આરોપો માનવતા વિરુદ્ધ હોવાથી આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે (International Criminal Tribunal) શેખ હસીનાને ફાંસીની સજા આપવાનો મોટો નિર્ણય લીધો છે.
નિર્ણય આપતાં કોર્ટે કહ્યું
શેખ હસીનાએ માનવતા વિરુદ્ધ ગુના કર્યા છે. 5 ઓગસ્ટના રોજ ચાંખરપુલમાં છ વિરોધીઓ માર્યા ગયા હતા. જે શેખ હસીનાના આદેશથી મારવામાં આવ્યા હતા.
તત્કાલીન ગૃહમંત્રી અને પોલીસ મહાનિરીક્ષકે કાર્યવાહી કરી કહ્યું કે , જેના પરિણામે અનેક વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ બધું શેખ હસીનાના આદેશ પર થયું હતું.
VIDEO | Dhaka: A Bangladesh court finds ousted PM and Awami League leader Sheikh Hasina guilty of crimes against humanity.
“…Sheikh Hasina has committed crimes against humanity. Six protesters at Chankharpul were killed using lethal weapons on August 5. By issuing orders and… pic.twitter.com/7Ql1aYFMlT
— Press Trust of India (@PTI_News) November 17, 2025
-1763365832805.jpg)
ત્રણ ન્યાયાધીશોની બેન્ચે નિર્ણય સંભળાવ્યો…
શેખ હસીના ઉપરાંત, હાલમાં કોર્ટ સમક્ષ ચાલી રહેલા કેસમાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલ અને ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલીનો સમાવેશ થાય છે. ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મઝુમદારની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ચુકાદો આપ્યો.
ચુકાદો સંભળાવતા પહેલા તેને વાંચી અને રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. આ કારણે ચુકાદો થોડો મોડો થઈ શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે શેખ હસીનાએ વિરોધીઓ પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો, જેના પરિણામે મૃત્યુ થયા હતા. કોર્ટને ભૂતપૂર્વ વડા પ્રધાન વિરુદ્ધ પણ નોંધપાત્ર પુરાવા મળ્યા છે.
સૌથી ગંભીર આરોપોમાં હત્યા, ગુનાઓ અટકાવવામાં નિષ્ફળતા અને માનવતા વિરુદ્ધના ગુનાઓનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, શેખ હસીનાને મૃત્યુદંડનો સામનો કરવો પડી શકે છે. કોર્ટના ચુકાદાની સુનવણી ચાલી રહી છે.
શેખ હસીનાના ચુકાદાના વિરુદ્ધમાં આખા બાંગ્લાદેશમાં હિંસા ચાલુ છે. સરકારે હાઇ એલર્ટ જાહેર કર્યું છે. ઢાકામાં 15,000 પોલીસ તૈનાત કરવામાં આવી છે અને હિંસક વિરોધીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
-1763349590501.jpg)
ICTએ કહ્યું શેખ હસીનાને ફાંસીની સજા આપવામાં આવશે.
આંતરરસ્ત્રીય અપરાધ ટ્રિબ્યુનલ કોર્ટે જાહેર કર્યું કે શેખ હસીના આ પાંચ અપરાધો માટે દોષિત જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પણ વડા પ્રધાન તરીકે હિંસાને કાબુમાં લેવા માટે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવે તેને ગુનો માનવામાં આવે છે. જોકે, શેખ હસીનાએ આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા.
શનિવારની મોડી રાત્રે અને રવિવાર સવારની વચ્ચે ઢાકામાં બે બસોને આગ ચાંપી દેવામાં આવી હતી. ચુકાદા બાદ વધુ હિંસા થવાની આશંકા વચ્ચે દેશભરમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં પાકિસ્તાનનો ‘ખેલ’, નિશાને ભારત? યુનુસ સરકાર બનાવે છે કટ્ટરપંથી ‘ઇસ્લામિક આર્મી’
આ પણ વાંચો:17 વર્ષ પછી તારિક રહેમાનનું વતન વાપસી એલાન, બાંગ્લાદેશ રાજકારણમાં મોટો વળાંક….
આ પણ વાંચો:ભારત પર હુમલાની તૈયારી, આતંકી હાફિઝ સઈદ બાંગ્લાદેશ પહોંચ્યો : લશ્કર કમાન્ડરે જણાવ્યું
