Gujarat Weather/ અંબાલાલે કરી આગામી સમયમાં વાવાઝોડાની આગાહી, પડશે હાડ થીજવતી ઠંડી

આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા વધશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું મોજું અનુભવાશે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather:ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.અને આગામી સમયમાં પણ ઠંડીનું જોર વધશે.આ દરમિયાન અંબાલાલે ફરી વાવાઝોડાની  આગાહી કરી છે. આગામી સમયમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે.જેના કારણે ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. એટલું જ નહીં ડિસેમ્બર માહિનામાં માવઠું પણ થઈ શકે છે. ઠંડીની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા વધશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું મોજું અનુભવાશે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 21 નવેમ્બર પછી તાપમાનમાં વધારો થઈ શકે છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

ગુજરાતનાં 18 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે. નલિયામાં સૌથી ઓછું તાપમાન 12.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે જો પવનની દિશા બદલાય તો આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે.

અમદાવાદમાં (Ahmedabad) 16 ડિગ્રી, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી, વડોદરામાં (Vadodra) 14.4  ડિગ્રી, ડીસામાં 14 ડિગ્રી, સુરતમાં 18.8 ડિગ્રી, દમણમાં 19.6 ડિગ્રી, ભુજમાં16.2 ડિગ્રી, કંડલામાં 15 ડિગ્રી, રાજકોટમાં 14.4 ડિગ્રી, દીવમાં 17.4 ડિગ્રી, મહુવામાં 17.1 ડિગ્રી, કેશોદમાં 14.8 ડિગ્રી, પોરબંદરમાં 16.3 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 17.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બરફવર્ષાથી ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો સૂર્યપ્રકાશ અને સાંજે ફરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે. તાપમાનમાં વધઘટને કારણે લોકો શરદી, ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે.

ગઈકાલની સરખામણીમાં આજે અમરેલીમાં ઠંડી વધી છે. દરમિયાન, રાજ્યના સૌથી ઠંડા શહેર ગણાતા રાજકોટ અને નલિયામાં પણ સમાન લઘુત્તમ તાપમાન નોંધાયું છે. સવાર અને સાંજે ભેજનું પ્રમાણ ઓછું હોવાથી વાતાવરણ ઠંડુ બન્યું છે. સૌરાષ્ટ્રમાં શિયાળો ધીમે ધીમે જોર પકડી રહ્યો છે.

સૌરાષ્ટ્રના સૌથી ઠંડા શહેર અમરેલીમાં આજે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. શહેર કરતાં હળવી ઠંડી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પોતાને બચાવવા માટે ગરમ કપડાંનો આશરો લઈ રહ્યા છે. રાજકોટમાં ગઈકાલની સરખામણીમાં ઠંડી વધી છે. સવારના ધુમ્મસ વચ્ચે તાપમાનમાં ઘટાડો થયો છે, જેના કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું છે. શહેરનું લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી