Not Set/ અમેઠીમાં નામાંકન બાદ રાહુલે PM પર સાધ્યું નિશાન – સુપ્રીમ કોર્ટે જ સ્પષ્ટ કર્યું કે ચોકીદારે જ ચોરી કરી છે

અમેઠી,  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી માટે આજે અમેઠીમાં ક્લેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરવા સમયે રાહુલ ગાંધીના પરિવાર સહિત નિકટના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર ઓફિસમાં ઉમેદવારી ફોર્મ ભરવા સમયે રાહુલ ગાંધી સહિત પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા, સોનિયા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા, પીએલ પુનિયા, સંજય સિંહ, અમિતા સિંહ પણ ઉપસ્થિત રહ્યા […]

Top Stories India

અમેઠી,

 કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી માટે આજે અમેઠીમાં ક્લેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરવા સમયે રાહુલ ગાંધીના પરિવાર સહિત નિકટના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર ઓફિસમાં ઉમેદવારી ફોર્મ ભરવા સમયે રાહુલ ગાંધી સહિત પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા, સોનિયા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા, પીએલ પુનિયા, સંજય સિંહ, અમિતા સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાફેલ સોદા પર વડાપ્રધાન પર સાધ્યુ નિશાન

અમેઠીમાં નામાંકન દાખલ કર્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ સોદાના બહાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કરી દીધુ છે કે ચોકીદારે જ ચોરી કરી છે. કોર્ટે સ્વીકાર કર્યો છે કે રાફેલ સોદામાં કોઇને કોઇ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે હું પહેલા થી જ કહું છું કે જો તપાસ થશે તો બે નામ સામે આવશે. જેમાં પહેલું નામ અનિલ અંબાણી અને બીજુ નામ નરેન્દ્ર મોદીનું હશે.

રાહુલે કહ્યું કે મને ખુશી થઇ રહી છે કે હું જે ઘણા મહિનાથી કહું છું કે ભારતના વડાપ્રધાને એરફોર્સના પૈસા ચોરીને અનિલ અંબાણીને આપ્યા છે, એ વાતને આજે સુપ્રીમ કોર્ટે માની છે. હું હરહંમેશ પ્રધાનમંત્રીને ખુલ્લી ચર્ચા માટે અમંત્રણ આપી રહ્યો છું. દેશ રાફેલ સોદા વિશે જાણવા માંગે છે. ચોકીદારે અનિલ અંબાણીને 30,000 કરોડ રૂપિયા આપ્યા છે તેવા પણ આક્ષેપો કર્યા હતા. તેઓ જાણે છે કે જે દિવસે તેઓ મારી સામે આ વિષય પર ચર્ચા કરશે ત્યારે લોકો સાથે આંખમાં આંખ મીલાવી નહીં શકે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી માટે આજે અમેઠીમાં ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. તે પહેલા રાહુલે ગૌરીગંજ વિસ્તારમાં બહેન પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા સાથે 2 કિલોમીટર સુધીના ભવ્ય રોડ શો કર્યો હતો. તેઓએ ચોથી વાર આ બેઠક પરથી નામાંકન દાખલ કર્યું છે. ઉમેદવારી નોંધાવવા સમયે સોનિયા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યા છે. 4 એપ્રિલના રોજ રાહુલે વાયનાડથી નામાંકન કર્યું હતું.

 રોડ શોમાં કાર્યકરો ગરીબોને વાર્ષિક રૂ.72,000 આપવાની કોંગ્રેસની ન્યાય યોજનાના લીલા રંગના ધ્વજ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. તેના પર રાહુલની તસવીર હતી. પહેલીવાર કોંગ્રેસના કાર્યક્રમમાં આ પ્રકારના ધ્વજ જોવા મળ્યા હતા. આ રોડ શોમાં કોંગ્રેસના મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધ્યા પણ સામેલ થયા હતા.

લખનઉના ફૂલોનો થયો વરસાદ

અમેઠીમાં પાંચમાં તબક્કામાં 6 મેના રોજ મતદાન થશે. અહીંયા બુધવારથી નામાંકન પ્રક્રિયા શરૂ થઇ છે. ગાંધી પરિવારનું ગુલાબની પાંખડીઓ વરસાવીને સ્વાગત કરાયું હતું, જે ફૂલ લખનઉથી મંગાવવામાં આવ્યા હતા.