Ahmedabad News/ અમદાવાદમાં પોલીસના નામે APK ફાઈલનો ખેલ, ટ્રાફિક મેમોના બહાને વોટ્સએપ હેક કરી લાખોની લૂંટ

Ahmedabadમાં ટ્રાફિક ચલણના નામે APK ફાઈલ ડાઉનલોડ કરાવી ૧૪ લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Traffic Challan Cyber Fraud

Ahmedabad Traffic Challan Cyber Fraud: ડિજિટલ યુગમાં સાયબર ઠગો હવે પોલીસના નામે લોકોને નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસના લોગોનો ઉપયોગ કરીને ઓનલાઈન ચલણના નામે એક નાગરિક સાથે 14.05 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Ahmedabad : કેવી રીતે આચરી છેતરપિંડી?

ઠગોએ આ વખતે અત્યંત ચાલાકીપૂર્વક ટ્રાફિક પોલીસનો ભરોસો જીતીને લૂંટ ચલાવી છે. આ માટે ઠગોએ ટ્રાફિક પોલીસના સત્તાવાર લોગો સાથે 4 અલગ-અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. આ ગ્રુપમાં ‘તમારું ટ્રાફિક ચલણ બાકી છે’ તેવો મેસેજ કરીને એક ઘાતક APK ફાઈલ મોકલવામાં આવતી હતી. જેવી કોઈ નાગરિક આ ફાઈલ ડાઉનલોડ કરે, કે તરત જ તેમનું વોટ્સએપ હેક થઈ જતું અને ઠગો તેમના ફોનનો સંપૂર્ણ કંટ્રોલ મેળવી લેતા હતા.

ક્રેડિટ કાર્ડના બિલ ભરી દીધા!

આરોપીઓએ નાગરિકના બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ 13 લાખ 14 હજાર રૂપિયાના પોતાના ક્રેડિટ કાર્ડના બિલો ભરી દીધા હતા. અન્ય ખર્ચાઓ મળીને કુલ 14 લાખ 5 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

સાયબર ક્રાઈમ પોલીસની તપાસ

ભોગ બનનાર નાગરિકે તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે એ તપાસ શરૂ કરી છે કે આ વોટ્સએપ ગ્રુપ કોણે બનાવ્યા હતા અને કયા લોકેશન પરથી ઓપરેટ થઈ રહ્યા હતા.


આ પણ વાંચો:ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં સાયબર હુમલો, સર્વર હેક કરીને રૂ.7 કરોડ ટ્રાન્સફર

આ પણ વાંચો:દેશનો સૌથી મોટો Cyber ​​fraud ઝડપાયો! ભાવનગરથી ચાલતું હતું ₹719 કરોડનું રેકેટ

આ પણ વાંચો:ભાવનગરમાં સાયબર ફ્રોડનો નવો કિસ્સો સામે આવ્યો, વેપારી સાથે 1.15 લાખની છેતરપિંડી