india news/ શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આપી મોટી સ્પષ્ટતા

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે દેશમાં લોકડાઉન (Lockdown) લાગશે તેવી અફવાઓ પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને લોકડાઉનની કોઈ શક્યતા નથી.

Top Stories NATIONAL India
Kiren Rijiju Lockdown Clarification

Kiren Rijiju Lockdown Clarification: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલી અસ્થિરતા વચ્ચે દેશમાં ફરી લોકડાઉન લાગુ થશે તેવી અફવાઓ જોર પકડ્યું હતું. જોકે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આજે સંસદની બહાર સ્પષ્ટ કર્યું છે કે દેશમાં લોકડાઉન લાગુ કરવાની કોઈ શક્યતા નથી અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

પરિસ્થિતિ પર પીએમ મોદીની સીધી નજર

કેન્દ્રીય મંત્રી રિજિજુએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે વૈશ્વિક સ્થિતિ અને દેશની આંતરિક વ્યવસ્થા પર સતત નજર રાખી રહ્યા છે. ગભરાવાની જરૂર નથી, કારણ કે સરકાર પાસે પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે. પીએમ મોદી આજે સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક પણ કરવાના છે, જેમાં સુરક્ષા અને પુરવઠા અંગે ચર્ચા થશે.

પીએમ મોદીની ‘સૌથી મોટી પરીક્ષા’ વાળી વાત શું હતી?

ચાર દિવસ પહેલા લોકસભામાં સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, “આવનારો સમય દેશની સૌથી મોટી પરીક્ષા લેવાનો છે.” તેમના આ નિવેદનનો અર્થ લોકો લોકડાઉન સાથે જોડી રહ્યા હતા, પરંતુ પીએમનો સંકેત આર્થિક પડકારો અને વૈશ્વિક યુદ્ધની અસરો તરફ હતો. પીએમએ આહવાન કર્યું હતું કે ટીમ ઇન્ડિયાની જેમ કેન્દ્ર અને રાજ્યોએ મળીને એક ટીમ તરીકે કામ કરવું પડશે. મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે દુનિયામાં જે સ્થિતિ સર્જાઈ છે તેની અસર લાંબા સમય સુધી રહેવાની આશંકા હોવાથી, ભારતે આત્મનિર્ભર અને તૈયાર રહેવું પડશે. વધુમાં, તેમણે એકતાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે જેમ કોરોના કાળમાં દેશે એકતા બતાવી હતી, તેમ આ વૈશ્વિક સંકટમાં પણ સૌએ એક થઈને લડવું પડશે.

Lockdown જેવી અફવાઓથી બચવા અપીલ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેલ, ગેસ કે જીવનજરૂરી ચીજવસ્તુઓની કોઈ અછત નથી. લોકડાઉન જેવી વાતો માત્ર અફવા છે અને જનતાએ તેના પર ધ્યાન આપવું જોઈએ નહીં. સરકારની પ્રાથમિકતા અત્યારે સંગ્રહખોરી રોકવાની અને સામાન્ય જનતાને હાલાકી ન પડે તે જોવાની છે.


આ પણ વાંચો: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ 9 માર્ચે શક્ય

આ પણ વાંચો: PM મોદી સાથે અણધારી ઘટના થવાની આશંકા, લોકસભા સ્પીકર ઓમ બિરલાનો ખુલાસો

આ પણ વાંચો: આજે લોકસભામાં વંદે માતરમના 150 વર્ષ પર રાજકીય ગરમાવો, PM–વિપક્ષ આમને–સામને