અત્યારે હાલ લોકસભા અને રાજ્યસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે બુધવારે લોકસભામાં પીએ મોદી (PM MODI ) સાથે કઈ પણ અણધારી ઘટના બની શકી હોત, જેના કારણે તેમને ગઈકાલે સાંજે 5 વાગે થનારી સ્પીચ ટાળવી પડી હતી. ઓમ બિરલાએ વધુમાં કહ્યું કે આશંકાને કારણે મે જ તેમને સદનમાં આવવાની ના પાડી હતી.
પીએમ મોદી (PM MODI ) લોકસભામાં આભાર પ્રસ્તાવ પર જવાબ આપવાના હતા. જો કે વિપક્ષની મહિલા સાસંદોના હોબાળાને કારણે સ્પીકર સંધ્યા રાયે આ કાર્યવાહી બીજા દિવસ સુધી મુલતવી રાખી હતી. જેને કારણે PM મોદીનું સંબોધન પણ ટળી ગયું હતું.

કંઈ ખરાબ ઘટના બનતી તો લોકશાહી પરંપરા ન જળવાતી: સ્પીકર
લોકસભા સ્પીકર ઓમબિરલાએ વધુમાં કહયું કે ગઈકાલે જે ઘટના લોકસભા અધ્યક્ષની ઓફિસમાં બની તે ક્યારેય ઈતિહાસમાં સદનમાં બન્યું નથી. જ્યારે સદનના નેતા પીએમ મોદીને રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાનો હતો ત્યારે વિપક્ષના સાંસદો PM MODI ની સીટ પાસે પહોંચીને અણધારી ઘટના કરી શકતા.
બિરલાએ વધુમાં કહ્યું કે વિપક્ષી સાંસદો પોસ્ટરો સાથે આવશે તો સદન ચાલશે નહીં. જે રીતે મહિલા સાંસદો PMની સીટ સુધી પહોંચી તે આખા દેશે જોયું છે. આ યોગ્ય નહોંતું અને આ સદનની ગરિમાને અનુકુળ પણ નહોંતું.

બુધવારે PM MODIની સ્પીચ પહેલા શું થયું હતું?
સાંજે 5 વાગ્યે જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે વિપક્ષની મહિલા સાંસદોએ સત્તાધારી નેતાઓની ખુરશીઓ ઘેરી લીધી. આમાં પીએમ મોદીની ખુરશી પણ હતી. મહિલા સાંસદોના હાથમાં મોટા બેનરો હતા, જેના પર લખેલું હતું- જે સાચું છે, તે કરો. આ સાંસદો મંગળવારે હોબાળા બાદ 8 વિપક્ષી સાંસદોના સસ્પેન્શનનો વિરોધ કરી રહ્યા હતા. હોબાળાને કારણે સ્પીકરે કાર્યવાહી સ્થગિત કરી દીધી. કેટલાક મંત્રીઓએ વિપક્ષી સાંસદોને જવા કહ્યું, ત્યારબાદ તેમણે ઘેરાવો બંધ કર્યો.
આ પણ વાંચો:PM Modi આજે અર્થશાસ્ત્રીઓ સાથે મુલાકાત કરશે. કયા મુદ્દાઓ પર ચર્ચા થશે?
આ પણ વાંચો:અબુધાબીના સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે PM MODIને આમંત્રણ અપાયું
