Not Set/ તેલંગાણા : પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસના કેપ્ટન સંબોધશે જનસભા, હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ

તેલંગાણામાં બુધવાર ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રચારના અંતિમ દિવસે તેલંગાણાના કોડદમાં બપોરે બે વાગે જનસભા સંબોધશે. ત્યારબાદ સાંજે ચાર વાગે રાહુલ હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરંન્સ કરશે. રાજ્યમાં 7 ડિસેમ્બરે મતદાન થશે. વળી, 11 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.   રાહુલ ગાંધી ચૂંટણીમાં પીએમ મોદી પર ખુબ આક્રમક હુમલા કરી રહ્યા […]

Top Stories India

તેલંગાણામાં બુધવાર ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રચારના અંતિમ દિવસે તેલંગાણાના કોડદમાં બપોરે બે વાગે જનસભા સંબોધશે. ત્યારબાદ સાંજે ચાર વાગે રાહુલ હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરંન્સ કરશે. રાજ્યમાં 7 ડિસેમ્બરે મતદાન થશે. વળી, 11 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

 

mantavyanews.com

રાહુલ ગાંધી ચૂંટણીમાં પીએમ મોદી પર ખુબ આક્રમક હુમલા કરી રહ્યા છે. મંગળવારે એમણે રાફેલને લઈને પીએમ મોદી પર હુમલો કર્યો હતો. ઉપરાંત સરકારી યોજનાઓને લઈને પણ નિશાન સાધ્યું હતું.

આ ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનવવા માટે ખુબ પ્રયાસ કરી રહી છે. તેલંગાણામાં 119 સીટો છે. 2014માં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે થઇ હતી.

mantavyanews.com

2014ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 119 સીટોમાંથી કેસીઆરની પાર્ટી ટીઆરએસને 90 સીટો મળી હતી. જયારે કોંગ્રેસને 13, ઓવૈસીની પાર્ટીને 7, ભાજપને 5, ટીડીપીને 3 અને સીપીઆઇએમને 1 સીટ મળી હતી.