Bhavnagar News:ભાવનગર (Bhavnagar) શહેરમાં સાયબર ગુનાઓ (Cyber Fraud) ની શ્રેણીમાં વધુ એક ઘટના નોંધાઈ છે. ઘોઘા પોલીસ (Ghogha Police) મથકમાં નોંધાયેલા એક નવા કેસમાં, ભુંભલી ગામના પાટિયા નજીક રહેતા એક વેપારી સાથે 1,15,548 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં આરોપીઓએ આર્મીના અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને વેપારીને છેતર્યો હતો.

ઉત્તરપ્રદેશના વતની અને ભાવનગરમાં વેપારી તરીકે સ્થાયી થયેલા નિરજ ભગેલે નામના શખ્સે ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.માહિતી અનુસાર અજાણ્યા શખ્સે તેમનો સંપર્ક કરી આર્મીના અધિકારી હોવાનો દાવો કર્યો હતો અને મીઠાઈનો મોટો ઓર્ડર આપવાની વાત કરી હતી. આરોપીએ ઓનલાઈન ચૂકવણીના બદલામાં ડબલ રકમ પરત કરવાની લાલચ આપી હતી, જેના કારણે નિરજે વિશ્વાસ કરીને 1,15,548 રૂપિયા અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કર્યા.

ફરિયાદના આધારે, પોલીસે બે બેંક એકાઉન્ટ ધારકો જીતેન્દ્રકુમાર ભારતી અને કેશવ સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે, જેણે વેપારી સાથે સંપર્ક કરીને આ છેતરપિંડીને અંજામ આપ્યો હતો.ઘોઘા પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:ભાવનગરના કરચલિયાપરા હત્યા કેસમાં મુખ્ય આરોપી યુવરાજ પરમાર ઝડપાયો
આ પણ વાંચો:ભાવનગરમાં ઓનલાઈન ઠગાઈનો વધુ એક કિસ્સો, મહિલાને મફત ડ્રેસની લાલચમાં રૂ. 17,150નું નુકસાન
આ પણ વાંચો:ભાવનગર પોલીસ બેડમાં ખુશીના સમાચાર, 19 પોલીસ કર્મચારીઓને પ્રમોશન
