દેશની સૌપ્રથમ મૂવેબલ હોસ્પિટલનું રાજકોટમાં નિર્માણ થવાનું છે. આ હોસ્પિટલ સંપૂર્ણ રીતે આધુનિક હશે. જેને રાજકોટ વહીવટી તંત્રની મદદ દ્વારા ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવશે. હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા હશે ઉપરાંત તેમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે ઓક્સિજન સપ્લાય થઈ શકે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા પણ હશે. આ સંપૂર્ણ હોસ્પિટલ માત્ર સાત દિવસમાં જ ઉભી થાય તેવી કરવામાં આવી રહી છે.
આ વીશે વાત કરતા જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુએ જણાવ્યું હતું કે, આ મૂવેબલ હોસ્પિટલને ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન, દિલ્હી અને વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાશે. અમારા દ્ધારા જગ્યા, પાણી અને ઇલેક્ટ્રીક્સ સપ્લાય આપવામાં આવશે. સમગ્ર હોસ્પિટલ ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન તૈયાર કરશે. જેમાં 100 બેડની વ્યવસ્થા હશે. ઉપરાંત હોસ્પિટલ સંપૂર્ણ એર કન્ડિશન હશે સાથે જ ઓક્સિજન લાઇન પણ તેમાં ઇન્સ્ટોલ કરી શકાશે. આ હોસ્પિટલ 7 દિવસમાં ઉભી કરવામાં આવશે. આ હોસ્પિટલનું નિમાર્ણ ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. તેને સફળતા મળશે પછી અન્ય અન્ય જગ્યાએ પણ બનાવવામાં આવશે.
વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, મૂવેબલ હોસ્પિટલ માટેના સ્થળનું નિરીક્ષણ પણ થઈ ગયું છે. આગામી સાતમ આઠમના તહેવાર બાદ તેના નિર્માણની કામગીરી શરૂ થઈ જશે. આ પ્રકારની હોસ્પિટલ બનાવવાનું પ્લાનિંગ અગાઉ પણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ કેટલાક ઇશ્યુના કારણે તે પેન્ડિંગ રહ્યું . આ હોસ્પિટલ ડોનેશનના આધારે તૈયાર થશે.

