મહેસાણા/ શાળામાં વિદ્યાર્થીઓ પાસે કરાવાઇ મજૂરી, વીડીયો આવ્યો સામે

મહેસાણા મોઢેરા રોડ પર આવેલી એક શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મહેસાણામાં આવેલી કાવેરી સ્કુલના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવી હતી. આ જાણકારી મળ્યા બાદ વાલીઓ રોષે ભરાયા હતા. બાળકોને શાળામાં ભણાવવાને બદલે ત્યાના સ્ટાફની દેખરેખમાં વિદ્યાર્થીઓ પાસે ચણતર માટે ઈટો ઉપડાવવામાં આવી હતી. ત્યાં ઉપસ્થિત કોઈ […]

Top Stories Gujarat Others
વિદ્યાર્થીઓ

મહેસાણા મોઢેરા રોડ પર આવેલી એક શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મહેસાણામાં આવેલી કાવેરી સ્કુલના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવી હતી. આ જાણકારી મળ્યા બાદ વાલીઓ રોષે ભરાયા હતા.

બાળકોને શાળામાં ભણાવવાને બદલે ત્યાના સ્ટાફની દેખરેખમાં વિદ્યાર્થીઓ પાસે ચણતર માટે ઈટો ઉપડાવવામાં આવી હતી. ત્યાં ઉપસ્થિત કોઈ વ્યક્તિએ આ વિડીયો ઉતારી લીધો હતો. વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે શાળામાં કામ ચાલી રહ્યું છે અને તે માટે નીચે સામાનમાં ઈટો અને કપચી દેખાઈ રહી છે. બધા વિદ્યાર્થીઓને ભેગા કરીને આ ઈટો પકડાવવામાં આવી અને એટલું જ નહિ ધાબે આ ઈટોને મુકાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર આ વિડીયો થોડા સમય પહેલાનો છે અને અત્યારે અચાનક હવે વિદ્યાર્થીઓ પાસે મજુરી કરાવતો આ વિડીયો સામે આવ્યો છે. જયારે વિડીયો સામે આવ્યો ત્યારે પ્રિન્સિપાલને સવાલ કરતા તેઓએ સીધો જવાબ આપવાને બદલે વાતને ટાળવાનો અને ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને કહ્યું કે વિદ્યાર્થીઓ પાસે સ્કુલ એક્ટીવીટીના ભાગરૂપે આ શ્રમદાન કરાવવામાં આવ્યું હતું, અને આ વિડીયો ઘણા સમય પહેલાનો હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમને કેમેરા સામે કોઈ ખુલાસો ન કરવાનું પ્રિન્સિપાલ એ કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: