EV-Subsidies/ ગુજરાત સરકારે ચાલુ વર્ષે એકપણ ઇવી ટુ-થ્ની વ્હીલરની સબસિડી ચૂકવી નથી

ઇવીને આવકારવા માટે થનગની થા..થા.. થૈયા કરતી રાજ્ય સરકાર હવે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરોને સબસિડી આપવાની આવે છે ત્યારે રીતસરના ઠાગાઠૈયા કરી રહી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 92 1 ગુજરાત સરકારે ચાલુ વર્ષે એકપણ ઇવી ટુ-થ્ની વ્હીલરની સબસિડી ચૂકવી નથી

ગાંધીનગરઃ ગુજરાતમાં એક બાજુએ વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર ઇલેકટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે અને આ સિવાય લોકોએ ઇવી વાહનોનો ઉપયોગ કરવો જોઈએ તેવી સુફિયાણી સલાહ આપી રહી છે. પણ ઇવીને આવકારવા માટે થનગની થા..થા.. થૈયા કરતી રાજ્ય સરકાર હવે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરોને સબસિડી આપવાની આવે છે ત્યારે રીતસરના ઠાગાઠૈયા કરી રહી છે. સરકારે ચાલુ વર્ષે એકપણ ઇવી ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરને સબસિડી આપી નથી. ચાલુ વર્ષે પણ 2022-23ની બાકી અરજીઓનું જ ચૂકવણી થઈ છે, નવી એકપણ અરજીમાં સબસિડી અપાઈ નથી. આ પ્રકારની પરિસ્થિતિ થ્રી-વ્હીલરમાં પણ છે.

ટુ અને થ્રી વ્હીલર માટે સબસિડી આપતી નોડલ સંસ્થા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે, પણ કેટલા ટુ અને થ્રી વ્હીલર માટે સબસિડી માંગતી અરજી આ વર્ષે આવી તેનો કોઈપણ જવાબ હજી સુધી ત્યાંથી મળતો નથી. વર્તમાન નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે માંડ ત્રણ મહિના બચ્યા છે ત્યારે હજી સુધી એકેય ઇવી વાહનને સબસિડી ન મળતાં વાહન ડીલરોમાં ચિંતા છે.

સરકારે અત્યાર સુધી એકેય ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરમાં સબસિડી આપી નથી તેનું કારણ ખાનગી હોવાનું જણાવાય છે. હજી સુધી તેનો કોઈ જવાબ ત્યાંથી મળ્યો નથી. વર્તમાન નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે માંડ ત્રણ મહિના બાકી છે ત્યારે સબસિડી ન મળવા પાછળનું કારણ ખાનગી જણાવાય છે. આ અંગે એવું પણ કહેવાય છે કે રાજ્ય સરકાર ફંડ જારી કરતી નથી, તેની સાથે કેટલાય ટેકનિકલ પ્રશ્નો પણ અવરોધરૂપ હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે ટુ-વ્હીલરમાં 12 હજાર અને થ્રી-વ્હીલરમાં 48 હજાર રૂપિયાની સબસિડી આપવાનું રાજ્ય સરકારનું ધારાધોરણે નિયત થયું છે. રસપ્રદ વાત એ છે કે 2021-22ની તુલનાએ 62 ટકા ઓછા ટુ-વ્હીલર અને 65 ટકા ઓછા થ્રી-વ્હીલરને 2022-23માં સબસિડી ચૂકવાઈ છે. તેની સામે સબસિડી મેળવનારા ઇલેક્ટ્રિક બેટરી ઓપરેટેર ફોર-વ્હીલરોની સંખ્યા સતત વધી રહી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ