ગુજરાત/ હે માનવ તું માનવતા કેમ ભૂલ્યો? અગ્નિદાહ માટે સ્મશાનમાં ન મળી જગ્યા

ચમહાલમાં જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસમો દ્વારા એક મૃતક મહિલાના અગ્નિદાહ અટકાવવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 12 21T135140.320 હે માનવ તું માનવતા કેમ ભૂલ્યો? અગ્નિદાહ માટે સ્મશાનમાં ન મળી જગ્યા

Panchmahal News: જ્ઞાતિવાદને લઈને અવારનવાર અનેક વિવાદો સામે આવતા હોય છે, ત્યારે આવામાં ફરી એકવાર જ્ઞાતિવાદને લઈને ચોંકાવનારી ઘટના પંચમહાલથી સામે આવી છે. અહીં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. પંચમહાલમાં જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસમો દ્વારા એક મૃતક મહિલાના અગ્નિદાહ અટકાવવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, આ મહિલાનું પ્રસૂતિના 12 દિવસ બાદ મોત થયું હતું. જે બાદમાં મૃતકના પરિજનો તેમના મૃતદેહને વતનમાં અંતિમવિધિ માટે લાવ્યા હતા. જોકે ગામના કેટલાક જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસમો તેમણે અંતિમ સંસ્કાર કરતાં અટકાવ્યા હતા. જે બાદમાં તેમણે 2 દિવસ સુધી મૃતદેહને ઘરમાં જ રાખી અને બાદમાં ખેતરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે મામલતદાર દ્વારા તપાસ કરીને ફરિયાદ નોંધાવા કહેવાયું છે.

આપને જણાવી દઈએ કે, ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામની મહિલા સુમિત્રાબેન નાયક અમરેલી જિલ્લાના ઘાસા ગામમાં મજૂરી માટે ગયા હતા અને પતિ સાથે રહેતા હતા. સુમિત્રાબેનને પ્રસૂતિ બાદ શ્વાસ લેવાની તકલીફ થવા લાગી અને તેમનું મોત થઈ ગયું. જે બાદ અંતિમવિધી માટે તેમના વતન  કંકોડાકોઈ ગામે લાવવામાં આવ્યા હતા. જોકે ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરવાની ગામના કેટલાક લોકો દ્વારા મનાઈ કરવામાં આવતા મૃતદેહને બે દિવસ ઘરમાં રાખવો પડ્યો હતી. જે બાદમાં  પોતાની માલિકીના ખેતરમાં મહિલાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

જ્ઞાતિવાદના કારણે મહિલાને મૃત્યુ બાદ પણ અગ્નિસંસ્કાર માટે સ્મશાનમાં જગ્યા ન મળી. ખૂબ આજીજી કરવા છતાં પણ ગ્રામજનોએ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા ન દેતા આખરે પરિવારે પોતાના ખેતરમાં મહિલાના અગ્નિસંસ્કાર કરવા પડ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી

આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી