irctc/ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા IRCTC દ્વારા ગરવી ગુજરાત યાત્રાની થશે શરુઆત, જાણો ખાસિયતો

ભારતીય રેલ્વે વર્ષોથી ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો કરી રહી છે. ભારતીય રેલ્વે સ્વચ્છતા, ભોજન, સમય જેવા દરેક પાસાઓમાં સારી સુવિધા આપવાનો પ્રયાસ કરી રહી…

Top Stories Gujarat
1 61 સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા IRCTC દ્વારા ગરવી ગુજરાત યાત્રાની થશે શરુઆત, જાણો ખાસિયતો

IRCTC Cultural Heritage: ભારતીય રેલ્વે વર્ષોથી ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો કરી રહી છે. ભારતીય રેલ્વે સ્વચ્છતા, ભોજન, સમય જેવા દરેક પાસાઓમાં સારી સુવિધા આપવાનો પ્રયાસ કરી રહી છે. વંદે ભારત ટ્રેન, ભારત ગૌરવ ટ્રેનની સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારતીય રેલવેને નવી ગતિ આપી રહી છે.

3 4 સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા IRCTC દ્વારા ગરવી ગુજરાત યાત્રાની થશે શરુઆત, જાણો ખાસિયતો

આ બધાની વચ્ચે ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ચર્ચામાં છે. ભારતીય રેલ્વે ગુજરાતના ઐતિહાસિક વારસાને દર્શાવવા માટે ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન ચલાવી રહી છે. ગુજરાતના આધ્યાત્મિક વારસા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવવા માટે ગરવી ગુજરાત ટુર શરૂ થવાની છે. IRCTC દ્વારા સંચાલિત આ પ્રવાસી ટ્રેન 28 ફેબ્રુઆરીથી દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી આઠ દિવસની મુસાફરી માટે રવાના થશે.

2 4 સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા IRCTC દ્વારા ગરવી ગુજરાત યાત્રાની થશે શરુઆત, જાણો ખાસિયતો

આ ટ્રેન ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર રેલવે સ્ટેશન પર પણ રોકાશે. આ યાત્રા સરકારની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ યોજનાની ભાવનાથી તૈયાર કરવામાં આવી છે. આ આખી ટ્રેન 8 દિવસમાં કુલ 3500 કિમીનું અંતર કાપશે. ગુજરાતમાં આ ટ્રેન સૌપ્રથમ કેવડિયા ખાતે રોકાશે, જ્યાંથી મુસાફરો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ જોઈ શકશે. આ પ્રવાસ દ્વારા તમે 8 દિવસ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરા સૂર્ય મંદિર, પાટણની રાંકી વાવ, સોમનાથ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાની મુલાકાત લઈ શકશો.

આ પણ વાંચો: Ahmedabad Airport Interview/અમદાવાદ એરપોર્ટ ભરતીના ઉમેદવારો રઝળ્યા, સવારનો સમય આપ્યો હોવા છતાં ઇન્ટરવ્યુ નહી