Parliament/ સંસદમાં રાહુલ ગાંધીનો મોટો આરોપઃ પહેલા અદાણીના જહાજમાં મોદી, હવે પીએમ મોદીના જહાજ પર અદાણી

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિવિધ મુદ્દે સરકારને ઘેરી હતી

Top Stories India
રાહુલ ગાંધી

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી એ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિવિધ મુદ્દે સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધવાની સાથે ભારત જોડો યાત્રાના પોતાના અનુભવો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત દરેક વર્ગે તેમના દુ:ખ અને પીડા શેર કરી હતી. યુવાનો બેરોજગારીથી પરેશાન છે. આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે. યુવાનો તેમના ભવિષ્યને લઈને ચિંતિત છે કે જો તેઓ અગ્નિવીર યોજના હેઠળ ભરતી થશે તો પણ તેઓ ચાર વર્ષ પછી તેમની નોકરી ગુમાવશે. તેમણે સંસદમાં જણાવ્યું કે મુલાકાત દરમિયાન નિવૃત્ત અધિકારીઓએ કહ્યું કે અગ્નિવીર યોજના આરએસએસ અને ગૃહ મંત્રાલયની છે. આ અજિત ડોભાલે લગાવ્યું હતું, આ સેનાની યોજના નહોતી.

સમાજમાં ફેલાશે હિંસા…

રાહુલ ગાંધી એ કહ્યું કે યાત્રા દરમિયાન નિવૃત્ત અધિકારીઓએ કહ્યું કે લોકોને હથિયાર વાપરવાની તાલીમ આપવામાં આવે છે અને પછી સમાજમાં પાછા જવા માટે કહેવામાં આવે છે. તેનાથી હિંસા ભડકશે. તેઓ (નિવૃત્ત અધિકારીઓ)ને લાગે છે કે અગ્નિવીર યોજના સેના તરફથી નથી આવી અને NSA અજીત ડોભાલે સેના પર આ યોજના લાગુ કરી.

રાહુલ ગાંધીએ અદાણી પર પણ પ્રહારો કર્યા, ચર્ચાની માંગ કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ કેન્દ્ર સરકાર પર અદાણીને સમર્થન અને રક્ષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. અદાણી ગ્રૂપ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે 2014માં અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 609માં નંબરે હતા. પરંતુ ખબર નહીં તે પછી તેણે એવો કયો જાદુ કર્યો કે તે બીજા નંબર પર આવી ગયા. આખરે તેમની સફળતાનું રહસ્ય શું છે? તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન લોકો પૂછતા હતા કે પીએમ સાથે અદાણીનો શું સંબંધ છે. તેમણે કહ્યું કે હું કહું છું કે આ સંબંધ ઘણા વર્ષો પહેલા શરૂ થયો હતો જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમણે કહ્યું કે ભારત સરકારે અદાણીને એરપોર્ટ આપવા માટે નિયમોમાં ફેરફાર કર્યો. આ નિયમ કોણે બદલ્યો તે જાણવું જરૂરી છે. અગાઉ નિયમ હતો કે જે એરપોર્ટ સંબંધિત બિઝનેસમાં નથી તેને એરપોર્ટ આપી શકાતું નથી પરંતુ મોદી સરકારે અદાણી માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે.

રાહુલ ગાંધી એ કહ્યું કે 2022માં શ્રીલંકા વિદ્યુત બોર્ડના અધ્યક્ષે શ્રીલંકામાં સંસદીય સમિતિને જાણ કરી હતી કે તેમને રાષ્ટ્રપતિ રાજપક્ષે દ્વારા કહેવામાં આવ્યું હતું કે અદાણીને પવન ઉર્જા પ્રોજેક્ટ આપવા માટે પીએમ મોદી દ્વારા તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. આ ભારતની વિદેશ નીતિ નથી, અદાણીના વ્યવસાય માટેની નીતિ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી બાંગ્લાદેશ જાય છે અને પછી બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ અદાણી સાથે 25 વર્ષનો કરાર કરે છે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયા ગયા અને જાદુથી SBIએ અદાણીને 1 બિલિયન ડોલરની લોન આપી. પહેલા અદાણી મોદીના જહાજમાં જતા હતા, હવે મોદી અદાણીના જહાજમાં જાય છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણીએ ક્યારેય ડ્રોન બનાવ્યા નથી પરંતુ HAL અને અન્ય ભારતીય કંપનીઓ આમ કરે છે. તે છતાં પીએમ મોદી ઈઝરાયેલ જાય છે અને અદાણીને કોન્ટ્રાક્ટ મળે છે. અદાણી પાસે સંરક્ષણ ક્ષેત્રમાં શૂન્ય અનુભવ છે. ગઈકાલે પીએમે HALમાં કહ્યું હતું કે અમે ખોટા આરોપો લગાવ્યા છે. પરંતુ વાસ્તવમાં HALના 126 એરક્રાફ્ટનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને ગયો હતો.

આ પણ વાંચો:સાઉદી અરેબિયાથી આવી રહેલી ફ્લાઈટનું જોધપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ, હજારો ફૂટની ઊંચાઈ પર મહિલાનું મોત

આ પણ વાંચો:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું પીએમ મોદી કરશે ઉદઘાટન

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ ભરતીના ઉમેદવારો રઝળ્યા, સવારનો સમય આપ્યો હોવા છતાં ઇન્ટરવ્યુ નહી