Kailas Goenka/ તાજ હોટેલ જુગાર કેસમાં પકડાયા સંકલ્પ જૂથના માલિકને જાણો

અમદાવાદની ફાઇવ સ્ટાર હોટેલ તાજમાંથી પોલીસે સફળ દરોડો પાડીને સેવન સ્ટાર જુગારીઓ પકડી પાડ્યા છે. સંકલ્પ હોટેલ્સ ગ્રુપના માલિક કૈલાસ ગોયેન્કા સહિતના અન્ય બિઝનેસમેન કનુભાઈ અંબાલાલ પટેેલ, પ્રદીપ અંબાલાલ પટેલ, ભરત મણિલાલ પટેલ, જગદીશ દેસાઈ, અજીત શાંતિલાલ શાહ અજીત ગોયેન્કાની પોલીસે ધરપકડ કરી છે.

Top Stories Gujarat
Kailas Goenka તાજ હોટેલ જુગાર કેસમાં પકડાયા સંકલ્પ જૂથના માલિકને જાણો

અમદાવાદની ફાઇવ સ્ટાર હોટેલ તાજમાંથી પોલીસે સફળ દરોડો પાડીને સેવન સ્ટાર જુગારીઓ પકડી પાડ્યા છે. સંકલ્પ હોટેલ્સ ગ્રુપના માલિક કૈલાસ ગોયેન્કા સહિતના અન્ય બિઝનેસમેન કનુભાઈ અંબાલાલ પટેેલ, પ્રદીપ અંબાલાલ પટેલ, ભરત મણિલાલ પટેલ, જગદીશ દેસાઈ, અજીત શાંતિલાલ શાહ અજીત ગોયેન્કાની પોલીસે ધરપકડ કરી છે. તેમને પકડીને જામીન પર છોડી પણ દેવાયા છે.

કૈલાસ ગોયેન્કા સંકલ્પ હોટેલ્સ ગ્રુપના માલિક છે. અમદાવાદમાં તેમના પિતા રામઅવતાર ગોએન્કાે સંકલ્પનો પ્રારંભ કર્યો હતો. તેઓ 1981માં અમદાવાદ આવ્યા હતા અને તે સમયે અમદાવાદના નવા વિસ્તરતા જતા મિડલ ક્લાસને ખાસ સાઉથ ઇન્ડિયાન જમવાનું પૂરુ પાડવા તેમણે સંકલ્પનો પ્રારંભ કર્યો હતો. મૂળ જયપુરના વતની રામઅવતાર શ્રીલંકામાં તમિલોની વચ્ચે ઉછર્યા હોવાથી સાઉથ ઇન્ડિયાન વાનગીઓ પર તેમની પહેલેથી જ સારી પકક્ડ હીત. તેથી તેમણે અમદાવાદનો ટેસ્ટ પણ પકડ્યો. તેમના પિતા રામઅવતારનું થોડા સમય પહેલા જ નિધન થયું છે.

તેમના પિતાના નિધન પછી બંને ભાઈ રોબિન અને કૈલાસ ગોએન્કા વચ્ચે વિભાજનની વાતોએ વેગ પકડ્યો હતો, પરંતુ હજી સુધી વિભાજન થયું નથી. અંદરના સૂત્રોના કહેવા મુજબ ગમે ત્યારે વિભાજન થઈ શકે છે. હાલમાં સંકલ્પ ગ્રુપની 90થી વધુ હોટેલ છે અને હવે તે દુબઈ, લંડન, આફ્રિકામાં પણ તે શરૂ કરવાનું આયોજન ધરાવે છે.  તેમની સબ બ્રાન્ડમાં નોર્થ ઇન્ડિયન ફૂડ માટે જાણીતી સેફ્રન અને સેમ્સ પિત્ઝાનો સમાવેશ થાય છે.

સંકલ્પ ગ્રુપ હાલમાં બે ભાઈઓ રોબિન અને કૈલાસ ગોયેન્કા સંભાળે છે. રોબિન રિયલ એસ્ટેટ કારોબાર સંકલ્પ પ્રાઇવેટ લિમિટેડ સંભાળે છે. અમદાવાદમાં તેના પાંચ લકઝુરિયસ પ્રોજેક્ટ આશ્રમરોડ, એસજી રોડ, આંબલી રોડ, પ્રહલાદનગર અને થલતેજ ખાતે છે. જ્યારે કૈલાશ ગોએન્કા સંકલ્પ રિક્રીએશન પ્રાઇવેટ લિમિટેડના નેજા હેઠળ સંકલ્પનો ફૂડ બિઝનેસ સંભાળે છે. તાજ હોટેલ પણ કૈલાસ ગોએન્કાની માલિકીની જ છે.

આ પણ વાંચોઃ Salangpur Bhojanalay Opnening Ceremony/ સાળંગપુરના હનુમાનજીના મંદિરના ભોજનાલયમાં શ્રીરામ લખેલી 17 લાખથી વધુ ઇંટનો ઉપયોગ

આ પણ વાંચોઃ Junior Clerk Paper Leak/ જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS થયું ક્લિક, વધુ 10ની કરી ધરપકડ

આ પણ વાંચોઃ કોરોનાના કેસોમાં વધારો/ દેશમાં કોરોનાના કેસમાં એક જ દિવસમાં 30 ટકાનો ઉછાળો