Junior Clerk Paper Leak/ જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS થયું ક્લિક, વધુ 10ની કરી ધરપકડ

ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેરર ફૂટ્યું હોવાનું તંત્રને પરીક્ષાના થોડા જ કલાકો પહેલા ખબર પડતા તંત્રએ પરીક્ષા લેવાય તે પહેલા છેલ્લા અમુક કલાકો પહેલા જ પરીક્ષા રદ્દ કરી દીધી હતી.

Gandhinagar Top Stories Gujarat
Untitled 34 જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS થયું ક્લિક, વધુ 10ની કરી ધરપકડ

સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં તપાસ ચલાવી રહેલી ATSની ટીમે વધુ 10 આરોપીઓની ધડપકડ કરી હતી. આ મામલે અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, જુનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી.

ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેરર ફૂટ્યું હોવાનું તંત્રને પરીક્ષાના થોડા જ કલાકો પહેલા ખબર પડતા તંત્રએ પરીક્ષા લેવાય તે પહેલા છેલ્લા અમુક કલાકો પહેલા જ પરીક્ષા રદ્દ કરી દીધી હતી. જોકે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ દ્વારા તંત્રને પાંચ દિવસ પહેલા જ આ અંગે જાણકારી આપવામાં આવી હતી. છતા છેલ્લી ઘડીએ પેપર નહીં લેવાતા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયેલા વિદ્યાર્થીઓની હાલત દયનીય થઈ હતી. ઘણા પરીક્ષાર્થીઓની આંખોમાં રીતસર આંસુ છલકાઈ આવ્યા હતા, તો ઘણા સાવ ડિસ્ટર્બ થઈ ગયા હતા. અહીં સુધી કે ભાવનગરમાં તો એક દીકરીએ જીવન પણ ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું.

આગામી 9મી એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગાંધીનગર જિલ્લામાં કુલ 37,400 ઉમેદવારો પરીક્ષા આપશે. જિલ્લામાં કુલ સીસીટીવી કેેમેરાથી સજ્જ 121 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. જિલ્લા તંત્ર દ્વારા ગુજરાત પંચાયત પસંદગી મંડળ આયોજિત આ જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજવા માટે સંપુર્ણ તૈયારી કરી લીધી છે. પરીક્ષાના સૌથી વધુ 82 કેન્દ્રો ગાંધીનગર તાલુકામાં નિયત કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન ખાસ કરીને પેપર લીક ના થાય તે માટે તમામ તકેદારીઓ રાખવામાં આવી છે.

આ પરીક્ષા દરમ્યાન કાયદો વ્યવસ્થાની પરિસ્થીતિ જળવાઈ રહે તેના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા પરીક્ષા કેન્દ્રોની 200 મીટરની ત્રિજિયામાં ખોદકામ કરવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ, પરીક્ષા કેન્દ્રોની ફરતે 100 મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુકત અધિકૃત વ્યકિતઓ સિવાયની કોઈપણ વ્યકિત કે વ્યકિતઓના સમુહને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવે તેવુ જાહેરનામું બહાર પડાયુ છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો ઉપર મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન,બ્લુટુથ, ઈયરફોન, કેમેરા, લેપટોપ, ઈલેકટ્રોનિક ગેઝેટ, તેમજ પુસ્તક અને સાહીત્યો કે પરીક્ષામાં ગેરરિતી થાય તેવી કોઈપણ પ્રકારની અન્ય વસ્તુઓ પરીક્ષાર્થીઆ દ્વારા પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે.

હાલમાં મળી રહેલી માહિતી અનુસાર ગુજરાત એટીએસ દ્વારા 10 ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે. માહિતી એવી પણ મળી રહી છે કે આ 10 ઉમેદવારોને પરીક્ષાના અગાઉ જ પેપર મળી ગયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર એટીએસ ટુંક જ સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવાની છે. ઉલ્લેખનીય છે કે અગાઉ એટીએસએ આ કેસમાં 15 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો:યુપીનો માફિયા અતીક અહેમદ બન્યો કેદી નંબર 17052, જેલમાં મારશે ઝાડું, મળશે 25 રૂપિયા

આ પણ વાંચો:સુરતમાં 50 લાખના MD ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ, પતિ પણ છે જેલમાં બંધ

આ પણ વાંચો:કૃષ્ણની નગરી દ્વારકામાં મેગા ડિમોલિશન, જમીન પર કબજો કરીને ગજવા-એ-હિંદ બનાવવાની હતી યોજના?

આ પણ વાંચો:‘મોદી સરનેમ’ કેસમાં સજા સામે સુરત કોર્ટ પહોંચશે રાહુલ ગાંધી, ભાજપે કર્યો આવો કટાક્ષ

આ પણ વાંચો:કોર્ટમાં જશે રાહુલ ગાંધી, આવતીકાલે તેઓ સુરત આવીને નિર્ણયને પડકારી શકે છે