દુર્ઘટના/ આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં બે બોટ વચ્ચે ટક્કર, 100 લોકો ડૂબી ગયા હોવાની સંભાવના

આસામથી એક મોટી દુર્ઘટનાનાં સમાચાર સામે આવ્યા છે. મંગળવારે બ્રહ્મપુત્રા નદીમાં બે બોટ વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી.

Top Stories India
11 2 આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં બે બોટ વચ્ચે ટક્કર, 100 લોકો ડૂબી ગયા હોવાની સંભાવના

આસામમાં બુધવારે મોટો અકસ્માત થયો હતો, જ્યાં બ્રહ્મપુત્રા નદીમાં બે બોટની એકબીજા સાથે ટક્કર થઇ હતી. પ્રારંભિક માહિતીમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બંને બોટમાં લગભગ 120 લોકો હતા, પરંતુ જોરહાટનાં એડિશનલ ડીસી દામોદર બર્મને જણાવ્યું કે, બોટમાં લગભગ 50 લોકો હતા. જોકે, હવે આંકડાઓમાં મોટો તફાવત સામે આવ્યો છે, કારણ કે એનડીઆરએફનાં ડેપ્યુટી કમાન્ડન્ટ અનુસાર 70 લોકો હજુ પણ ગુમ છે.

આ પણ વાંચો – Political / PM મોદી બ્રિક્સ સમ્મેલનની કરશે અધ્યક્ષતા, અફઘાનિસ્તાનને લઇને ચર્ચાની સંભાવનાઓ

આસામથી એક મોટી દુર્ઘટનાનાં સમાચાર સામે આવ્યા છે. મંગળવારે બ્રહ્મપુત્રા નદીમાં બે બોટ વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ બંને બોટમાં લગભગ 120 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 100 લોકો ડૂબી ગયા હોવાની આશંકા છે. આ ઘટના જોરહાટ જિલ્લાનાં નીમતીઘાટથી નોંધાઈ છે. એક બોટ માજુલીથી નીમતીઘાટ જઈ રહી હતી, જ્યારે બીજી બોટ વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી. આ દરમિયાન બંને બોટ એકબીજા સાથે ટકરાઈ હતી. આસામનાં મુખમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ અકસ્માતની પુષ્ટિ કરી છે. બોટ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ માજુલી અને જોરહાટ જિલ્લા વહીવટીતંત્રને NDRF અને SDRF ની મદદથી બચાવ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. તેમણે મંત્રી બિમલ બોરાને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વહેલી તકે માજુલી પહોંચવા જણાવ્યું છે. સીએમ સરમાએ તેમના અગ્ર સચિવ સમીર સિન્હાને ઘટનાક્રમ પર નજર રાખવા સૂચના પણ આપી છે. મુખ્યમંત્રી પોતે ગુરુવારે માજુલીની મુલાકાત લેશે.

આ પણ વાંચો – જમ્મુ-કાશ્મીર / રાહુલ ગાંધી આજથી બે દિવસીય પ્રવાસ પર, માતા વૈષ્ણો દેવીના લેશે આશીર્વાદ

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, બે બોટ ટકરાઈ હતી, જેમાંથી એક પલટી ગઈ હતી. હાલમાં, તેના પર કેટલા લોકો છે તે શોધવું મુશ્કેલ છે. જોકે, અત્યાર સુધીમાં 42 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જો કે એક મહિલાનું મૃત્યુ પણ થયું છે. અત્યાર સુધી 4 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે, પરંતુ સંપૂર્ણ રિપોર્ટ આગામી 2-3 કલાકમાં આવશે. જોરહાટ ઘટના અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે અમે જે બોટ પલટી ગઇ હતી તે શોધી કાઠી છે, તે સ્થળથી 1.5 કિમીનાં અંતરે સ્થિત છે. અમારે તેના ઉપરનાં ભાગને કાપવો પડશે, તો જ અમે તેના તળિયે પહોંચી શકીશું. NDRF અને SDRF ની ટીમો તેની વ્યવસ્થા કરી રહી છે.