અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર પર મધ્યસ્થતાવાળા નિવેદનને લઈને માનવામાં આવી રહ્યું હતું કે આનાથી અમેરિકા અને ભારતના સબંધમાં ખટાસ આવી શકે છે, પરંતુ વ્હાઈટ હાઉસે ગુરુવારે આ આશંકાઓ પર સંપૂર્ણ રીતે પૂર્ણ વિરામ લગાવ્યો છે. વ્હાઇટ હાઉસે બંને દેશ વચ્ચેના સબંધને અટૂટ હોવાનું જણવ્યું હતું કે ભારતની સાથે અમેરિકાનો સબંધ ઘણો સારો છે અને તે સતત મજબૂત જ બનતો રહશે.
વ્હાઇટ હાઉસના કાઉન્સિલ કેલિયાને કોનવેએ કહ્યું, “અમારા પીએમ મોદી અને ભારત સરકાર સાથે સારા સંબંધો છે અને આ સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે.” કાશ્મીર અંગે ટ્રમ્પના નિવેદનના જવાબમાં કોનવે ભારત અને અમેરિકાના સંબંધો અંગેના સવાલનો જવાબમાં આ અંગે ટિપ્પણી કરી છે.
જો કે, ગુરુવારે જ વિદેશ મંત્રાલયનાની અલગથી થઈ રહેલ બેઠકમાં આ મુદ્દે પૂછવા પર અમેરિકાએ વિદેશી મંત્રાલયની પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, અત્યારે રાષ્ટ્રપતિના નિવેદન પર મારે કંઇ કહેવાનું નથી. જણાવીએ કે ભારત સરકારે ટ્રમ્પની આ વાતને ફગાવી દીધી છે કે પીએમ મોદીએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની વિનંતી કરી હતી.
આપને જણાવી દઈએ કે અમેરિકાના મુખ્ય સમાચાર પત્રકોનું માનવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની રજૂઆત સંબંધની મોટી ભૂલ કરીને ભારત સાથેના સંબંધો સુધારવા માટેની પૂર્વ રાષ્ટ્રપતિઓની ઉપલબ્ધિ પર પાણી ફેરવી દીધું છે.
સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન આપી ભારત સહિત દુનિયાભરને સ્તબ્ધ કરી દીધું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના ઓસાકામાં યોજાયેલ G-20 સંમેલન દરમિયાન કાશ્મીર મામલાનું સોલ્યુશન લાવવા માટે મદદ માંગી હતી. ટ્રમ્પના આ નિવેદન બાદ તરત જ ભારતે તેનો વિરોધ કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ મોદીએ આવો કોઇ અનુરોધ કર્યો જ નથી અને કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન