Not Set/ #બેટી_બચાવ ??? સુરતમાં ફરી એક સગીરા હવસખોરીનો શિકાર બની, દુષ્કર્મ ગુજારાયું

સુરતમાં ફરી એક સગીરા નરાધમ હવાસખોરોનો શિકાર બની હોવાની ઘટના સામે આવી રહી છે ત્યારે સર્વત્ર એક જ સવાલ થઇ રહ્યો છે કે #બેટી_બચાવ નું શું ??? આપને જણાવી દઇએ કે પોલીસ દ્રારા સુરતમાં હાલમાં જ 3 દિવસની ગુનાખોરી સામે કડક મેગા ડ્રાઇવ યોજવામા આવી હતી. તો આના પરથી એવું માનવુ કે ગુનેેગારો અને હવસખોરોમાં […]

Top Stories Gujarat Surat
LEGAL.MARITALRAPE.www .goastreets.com e1570965244788 #બેટી_બચાવ ??? સુરતમાં ફરી એક સગીરા હવસખોરીનો શિકાર બની, દુષ્કર્મ ગુજારાયું

સુરતમાં ફરી એક સગીરા નરાધમ હવાસખોરોનો શિકાર બની હોવાની ઘટના સામે આવી રહી છે ત્યારે સર્વત્ર એક જ સવાલ થઇ રહ્યો છે કે #બેટી_બચાવ નું શું ??? આપને જણાવી દઇએ કે પોલીસ દ્રારા સુરતમાં હાલમાં જ 3 દિવસની ગુનાખોરી સામે કડક મેગા ડ્રાઇવ યોજવામા આવી હતી. તો આના પરથી એવું માનવુ કે ગુનેેગારો અને હવસખોરોમાં પોલીસનો કોઇ પ્રકારનો ડર રહ્યો જ નથી. સુરતમાં 14 વર્ષની સગીરાનાં ઘરમાં ધુસીને નરાધમ હવસખોર દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને હેવાનિયત સાથે પ્રેમ પરમારના દરીંદા દ્વારા આ અપકૃત્યને અંજામ આપવામા આવ્યો હતો. આરોપીને ઘરના સાથે સંબંધો હોવાથી તે ઘરે આવન જાવન કરતો અને બદનિયતથી હવસખોરે તેની જ સગીરાને પીંખી નાખી હોવાની ઘટના સામે આવી છે.

734756 rape #બેટી_બચાવ ??? સુરતમાં ફરી એક સગીરા હવસખોરીનો શિકાર બની, દુષ્કર્મ ગુજારાયું

સુરતના ઉમરા પોલીસ હદ વિસ્તારમાં 14 વર્ષીય તરૂણી ઉપર યુવકે ઘરમાં ધુસીને દુષ્કર્મ ગુજાર્યું છે. સુરતમાં મહિલાઓ અને બાળકી સંબંધિત ગુનાઓમાં ઉત્તરો ઉત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે  પોશ વિસ્તાર ગણાતા એવા એક વિસ્તારમાં આવેલા સરકારી ક્વાટર્સમાં દુષ્કર્મની ઘટના બનવાથી સનસની મચી જવા પામી છે.  શિકાર બનનાર 14 વર્ષીય સગીરાનાં માતાપિતાનાં કામ અર્થે બહાર ગયા છે, એવું જ્યારે પ્રેમને માલૂમ પડ્યું ત્યારે પોતાની હવસનો શિકાર બનાવવા પ્રેમ પરમાર તરૂણીના ઘરનો દરવાજો ખખડાવીને તેણીના ઘરમાં પ્રવેશ્યો હતો.

rape #બેટી_બચાવ ??? સુરતમાં ફરી એક સગીરા હવસખોરીનો શિકાર બની, દુષ્કર્મ ગુજારાયું

ઘરમાં પ્રવેશતાની સાથે તેણે તરૂણીના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ત્યારબાદ તરૂણી સાથે દુષ્કર્મ આચર્યુ હતું . તરૂણીની માતા જ્યારે ઘરે આવ્યા ત્યારે તરૂણીએ સમગ્ર હકીકત જણાવતા દુષ્કર્મનો ભાંડાફોડ થયો હતો. તરૂણીના પરિવારે સમાજનો ડર રાખ્યા વિના તુરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પ્રેમ પરમાર વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી. ઉમરા પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી આરોપી પ્રેમને ગણતરીના ક્લાકોમાં દબોચી લીધો હતો.

rape 5 1 #બેટી_બચાવ ??? સુરતમાં ફરી એક સગીરા હવસખોરીનો શિકાર બની, દુષ્કર્મ ગુજારાયું

નરાઘમ હવસખોર હાલ પોલીસ સકંજામાં છે. પરંતુ સરકાર અને કાયદો અને વ્યવસ્તા જાળવતી પોલીસ દ્વારા વારંવાર સબ સલામત હે નો દાવો કરવામાં આવતો હોય છે ત્યારે આવા કેટલા પ્રેમ પોતાની હવસ સંતોષવા ટાપમાં બેઠા રહેલા છે તેનું શું આપને જણાવી દઇએ કે પોલીસ દ્રારા સુરતમાં હાલમાં જ 3 દિવસની ગુનાખોરી સામે કડક મેગા ડ્રાઇવ યોજવામા આવી હતી. તો આના પરથી એવું માનવુ કે ગુનેેગારો અને હવસખોરોમાં પોલીસનો કોઇ પ્રકારનો ડર રહ્યો જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.