રાજકોટ/ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નકલી ફોર્મના નામે છેતરપિંડીનું કૌભાંડ, છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ના ક્વાર્ટર્સ આપવાની લાલચ આપે લોકો સાથે છેતરપિંડી કરનારા અમિતભાઈ ભાવસિંગભાઈ ચૌહાણ નામના વ્યક્તિની ભક્તિનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Rajkot
પ્રધાનમંત્રી આવાસ યોજના

રાજકોટમાં લોકોને પ્રધાનમંત્રી આવસ યોજના માં ઘર આપવાની લાલચ આપી છેતરપિંડી કરનારની પોલીસે ઝડપી પાડ્યો.ફરિયાદી રવિશંકર ગૌતમને આરોપી અમિત ચૌહાણએ  રાજકોટ મહાનગરપાલિકામાં કટકે કટકે પૈસા ભરીને પૈસા આપવાની લાલચ આપી હતી. અને ફરિયાદની પાસેથી 90,000 લઇને ક્વાર્ટર્સનું અરજી ફોર્મ સ્વીકાર્યા હોવાનું નકલી સ્ટેમ્પ અને સહી કરીને આપ્યું હતું. ફરિયાદી જ્યારે મહાનગરપાલિકામાં ફોર્મ લઇ ગયો ત્યારે જાણ થઇ કે આ નકલી ફોમ છે. ત્યારે બાદ ફરિયાદીએ આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી અમિત ચૌહાણની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ 4 લોકોની સાથે છેતરપિંડી કરી છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ના ક્વાર્ટર્સ આપવાની લાલચ આપે લોકો સાથે છેતરપિંડી કરનારા અમિતભાઈ ભાવસિંગભાઈ ચૌહાણ નામના વ્યક્તિની ભક્તિનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે રવિશંકર ભાઈ ગૌતમ નામના ફરિયાદીની ફરિયાદના આધારે અમિત ચૌહાણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ફરિયાદી રવિશંકરભાઈ ગૌતમ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા. પોતે પોતાના માટે ક્વાર્ટર શોધી રહ્યા હોય જે દરમિયાન આરોપી અમિત ચૌહાણ સાથે તેમનો સંપર્ક થયો હતો. અમિત ચૌહાણ એ તેમને વિશ્વાસમાં લઈ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના ના આર્થિક રીતે નબળા લોકો માટે નિર્માણ થનાર આવાસ યોજના ના ક્વાટર્સ અપાવી દેશે તેવું જણાવ્યું હતું. જે પેટે રાજકોટ મહાનગરપાલિકામાં કટકે કટકે ભરવાના થતા રૂપિયા 90,000 લઈ તે રૂપિયાના બદલામાં આવાસ ના ક્વાર્ટર્સ નું અરજી ફોર્મ સ્વીકાર્યા નું રાજકોટ મહાનગરપાલિકા નો સ્ટેમ્પ લગાડી ફોર્મ સ્વીકારનાર તરીકેની સહી પણ કરી આપી હતી.

સમગ્ર મામલે જ્યારે ફરિયાદી રવિશંકર ગૌતમ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની પાસે રહેલી પહોંચ ખોટી છે. તેમજ પહોંચમાં લગાવવામાં આવેલો રાજકોટ મહાનગરપાલિકા નું સ્ટેમ્પ પણ ખોટો છે. જે બાબતની જાણ થતા ફરિયાદી દ્વારા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી અમિતભાઈ ભાવસિંગભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલ રાજકોટ મહાનગરપાલિકા નો સ્ટેમ્પ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના ના એક જ સિરીઝના ત્રણ ફોર્મ કબ્જે કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ચાર અરજદારો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ વધુ અરજદારો ભોગ બન્યા છે કે કેમ તેના માટે પોલીસ દ્વારા વધુ પ્રચાર પ્રસાર કરવામાં આવશે.

તો અગાઉ આરોપી અમિત ચૌહાણ ભક્તિનગર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:ખેડૂતો માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગ દ્વારા આવતીકાલે માવઠાની આગાહી

આ પણ વાંચો:રાજકોટ-જામનગર હાઇવે પર અકસ્માત, ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત

આ પણ વાંચો:કેરીના રસિકો માટે સારા સમાચાર, ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓમાં ફૂટ્યા કોર