Dhollywood/ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ કરી દિવાળીની શાનદાર ઉજવણી

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ એટલે કે ઢોલીવૂડ  સાથે જોડાયેલા કલાકારોએ અમદાવાદમાં દિવાળીની ઉજવણી કરી છે. ફિલ્મ નિર્માતા વૈશલ શાહે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ફિલ્મ દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક સહિત અભિનેત્રી જાનકી બોડીવાલા, કિંજલ રાજપ્રિયા ઉપસ્થિત રહ્યા હતા.

Top Stories Gujarat
Gujarati film artist ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ કરી દિવાળીની શાનદાર ઉજવણી

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ એટલે કે ઢોલીવૂડ  સાથે જોડાયેલા કલાકારોએ અમદાવાદમાં દિવાળીની ઉજવણી કરી છે. ફિલ્મ નિર્માતા વૈશલ શાહે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ફિલ્મ દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક સહિત અભિનેત્રી જાનકી બોડીવાલા, કિંજલ રાજપ્રિયા ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત અભિનેતા યશ સોની, રોનક મજુમદાર, ઓજસ રાવલ, મિત્ર ગઢવી અને ફિલ્મી જગતના અનેક કલાકારોએ આતશબાજી કરીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે દિવાળીની ખાસ મજા નહોતી. પરંતુ આ વખતે ફિલ્મ જગતમાં તેજી આવતાં કલાકારોની દિવાળી આ વખતે ખાસ બની ગઈ.

અમદાવાદ હવે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની હબ બની ગયું છે ત્યારે ગુજરાતી ફિલ્મ કલાકારોએ પણ ખાસ્સુ કાઠુ કાઢ્યુ છે. નવા કલાકારો યશ સોની, રોનક મજુમદાર તથા અબિનેત્રી જાનકી બોડીવાલા વગેરે યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ઉપરાંત તાજેતરમાં ફિલ્મ ફક્ત મહિલાઓ માટેને મળેલી સફળતાના લીધે ગુજરાતી ફિલ્મોનું માર્કેટ પણ ઉચકાયું છે.

લગભગ એકથી બે કરોડના બજેટમા બનેલી ગુજરાતી ફિલ્મએ બોક્સ ઓફિસ પર 16 કરોડથી વધારે કમાણી કરતા સિનેપ્રેમીઓનું ધ્યાન ખેંચાયું છે. આના પગલે આગામી સમયમાં નવી બનનારી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી કન્ટેન્ટ, ચેનલો અને વેબ સિરીઝનો માર્ગ પણ મોકળો થયો છે.

દિવાળી  એટલે પ્રકાશ અને રંગોનું પર્વ. દિવાળી હિન્દુ ધર્મનો પ્રમુખ તહેવાર છે. હિન્દુ ધર્મમાં તહેવારોની ઉજવણીની એક આગવી પરંપરા છે. આસો વદ અમાસના રોજ ઉજવાતી દિવાળીએ મહાપર્વ ગણાય છે. આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે.

પ્રકાશ પર્વ દિવાળીની શ્રદ્ધા-ઉમંગભેર ઉજવણી કરાશે. આ મહાપર્વના દિવસે લોકો પરિવાર સાથે ફટાકડા ફોડી તહેવાની ઉજવણી કરશે. દિવાળીના દિવસે લોકો લક્ષ્મી માતાની પૂજા કરશે. રાત્રીના સમયે ઠેર ઠેર બિલ્ડિંગ, દુકાનો અને ઘરોમાં દીપ સહિતની રોશની પ્રગટાવી ફટાકડાઓની આતશબાજી સાથે ઉમંગનું આ દીપ પર્વ શ્રદ્ધાભેર ઉજવાનાર છે.