T20 World Cup/ બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવીને પાકિસ્તાન સેમીફાઇનલમાં

પાકિસ્તાને 18.1 ઓવરમાં પાંચ વિકેટે 128 રન બનાવીને મેચ જીતી લીધી હતી.આ મેચ જીત્યા બાદ પાીકિસ્તાન પણ સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. 

Top Stories Sports
8 6 બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવીને પાકિસ્તાન સેમીફાઇનલમાં

T20 વર્લ્ડ કપની 41મી મેચમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે 20 ઓવરમાં આઠ વિકેટે 127 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 18.1 ઓવરમાં પાંચ વિકેટે 128 રન બનાવીને મેચ જીતી લીધી હતી.આ મેચ જીત્યા બાદ પાીકિસ્તાન પણ સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે.

પાકિસ્તાને એડિલેડમાં રમાયેલી તેની છેલ્લી સુપર-12 મેચમાં બાંગ્લાદેશને 5 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યાં તેનો મુકાબલો ઈંગ્લેન્ડ અથવા ન્યુઝીલેન્ડ સાથે થશે. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપના ગ્રુપ 1માં અંતિમ-4માં સ્થાન મેળવી લીધું છે જ્યારે નેધરલેન્ડ સામે આફ્રિકાની હાર બાદ ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. સુપર-4માં પહોંચનારી પાકિસ્તાન છેલ્લી ટીમ છે.

શાહીન આફ્રિદીના કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી પાકિસ્તાને બાંગ્લાદેશને આઠ વિકેટે 127 રન પર રોકી દીધું હતું. જવાબમાં, રિઝવાન અને બાબરે પ્રથમ વિકેટ માટે 57 રનની ભાગીદારી કરીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી. પાકિસ્તાને 11 બોલ બાકી રહેતા 5 વિકેટે 130 રન બનાવીને મેચ જીતી લીધી હતી.