LPG cylinder prices hike/ LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો, લગ્નસરાની સિઝનમાં મોંઘવારીનો માર

ઓગસ્ટ મહિનામાં જ્યાં કોમર્શિયલ કિમંતોમાં ઘટાડો થયો હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં તહેવાર સમયે જ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 209 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. ત્યારબાદ આજે 1 ડિસેમ્બરના રોજ 20 થી 22 રૂપિયા જેવો સામાન્ય વધારો કર્યો.

Top Stories India
મનીષ સોલંકી 2023 12 01T100221.777 LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો, લગ્નસરાની સિઝનમાં મોંઘવારીનો માર

આજથી LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો. ચૂંટણી પૂર્ણ થયા બાદ અને પરિણામો જાહેર થતા પહેલા દેશમાં ગેસ સિલિન્ડરની કિમંતોમાં ફેરફાર કરવામાં આવ્યો.હાલમાં લગ્નસરાની સિઝનમાં એલપીજી સિલિન્ડરના ભાવ વધતા ઉજવણીમાં મોંઘવારીની અસર જોવા મળી શકે. દેશમાં આજથી કોમર્શિયલ સિલિન્ડરના દરમાં સામાન્ય વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. ઓક્ટોબર મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 209 રૂપિયાનો વધારો ઝિંકાયો હતો. ત્યારે હવે બે મહિનાની અંદર ફરી દરમાં વધારો કરતા વ્યાવસાયિકોની મુશ્કેલીઓ વધશે. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડર (14.2) ની કિમંતમાં કોઈ ફેરફાર નથી થયા.

વિધાનસભા ચૂંટણીની અસર કહીએ તો એલપીજી સિલિન્ડરમાં 16 નવેમ્બરે ઘટાડો થયો હતો. જ્યારે આજે 1 ડિસેમ્બરના રોજ કિમંતોમાં વધારો કરતા કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ અંદાજે 2000 રૂપિયા નજીક પંહોચી ગયો છે. આ સાથે દિલ્હી, મુંબઈ, કોલકત્તા અને ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિમંતોમાં સામાન્ય વધારો થયો છે.

કોમર્શિયલ સિલિન્ડરની કિમંત

દિલ્હીમાં સિલિન્ડરની કિમંત 1775.50થી વધી 1796.50 રૂ.

મુંબઈમાં સિલિન્ડરની કિમંત 1728થી વધી 1749 રૂ.

કોલકત્તામાં સિલિન્ડરની કિમંત 1885.50થી વધી 1998 રૂ.

ચેન્નાઈમાં સિલિન્ડરની કિમંત 19428થી વધી 1968.50 રૂ.

ચૂંટણીની દેખાઈ અસર

ઓગસ્ટ મહિનામાં જ્યાં કોમર્શિયલ કિમંતોમાં ઘટાડો થયો હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં તહેવાર સમયે જ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 209 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. ત્યારબાદ આજે 1 ડિસેમ્બરના રોજ 20 થી 22 રૂપિયા જેવો સામાન્ય વધારો કર્યો. ઘરેલુ સિલિન્ડરની કિમંતોમાં હાલ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. ચૂંટણી અગાઉ ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડનર દરોમાં ઘટાડો કર્યો હતો. ત્યારે હવે પાંચ રાજ્યોની ચૂંટણી 30 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ જતા કોમર્શિયલ સિલિન્ડરના દરમાં સામાન્ય વધારો કર્યો છે. જાણકારોનું કહેવું છે કે 3જી ડિસેમ્બરના ચૂંટણી પરિણામો બાદ આગામી સમયમાં ઘરેલુ કિંમતોમાં વધારો જોવા મળી શકે.