અમદાવાદઃ અમદાવાદમાં ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોંઘો રિયલ્ટી સોદો થયો છે. આ સોદાએ અગાઉના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. અમદાવાદમાં એસજી હાઇવે પર ઇસ્કોન ક્રોસ રોડથી 700 મીટર દૂર રહેલા 4,500 સ્કવેર યાર્ડ પ્લોટનો સોદો વિક્રમજનક કિંમતે થયો છે. આ પ્લોટ માટે પ્રતિ સ્કવેર યાર્ડ 3.4 લાખ રૂપિયાના ભાવે સોદો થયો છે. આ ભાવે આ સોદાની કિંમત 150 કરોડ રૂપિયા કરતાં પણ વધારે થાય છે.
તેથી આ સોદો અત્યાર સુધીનો ફક્ત અમદાવાદનો રિયલ્ટી સોદો નહીં પણ ગુજરાતનો સૌથી મોંઘો રિયલ્ટી સોદો માનવામાં આવે છે. આ પહેલા એસજી હાઇવે પર સિંધુભવન રોડ પર 2021માં એક પ્લોટ પ્રતિ ચોરસ યાર્ડે લગભગ પોણા ત્રણ લાખ રૂપિયામાં વેચાયો હતો. આ અમદાવાદનો જૂનો રેકોર્ડ હતો. તેના પછી સાત મહિના પહેલા આંબલી-બોપલ રોડ પર સાત મહિના અગાઉ બે પ્લોટ અંદાજે પ્રતિ સ્કવેર યાર્ડ ત્રણ લાખ રૂપિયામાં વેચાયા હતા, પણ હવે પ્રતિ ચોરસ યાર્ડ 3.4 લાખ રૂપિયા તે અમદાવાદમાં સૌથી મોંઘા પ્લોટના ભાવનો નવો રેકોર્ડ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વેરહાઉસિંગમાં ખાસિયત ધરાવતા ડેવલપરે બે પહોળા રસ્તાઓથી ઘેરાયેલી આ વ્યૂહાત્મક જગ્યા પર આવેલી જમીન પોતાના નામે કરી લીધી છે. આ પ્લોટ પર હવે હાઇ-રાઇઝ કોમર્સિયલ પ્રોજેક્ટ બનાવવાની યોજના છે. તેમા પ્રીમિયમ ઓફિસ સ્પેસ અને ગ્રાઉન્ડ તથા પહેલા માળે રિટેલ એરિયા હશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં થોડા સમય અગાઉ જ આંબલી-બોપલ રોડ પર એક સોસાયટીનો સોદો 300 કરોડ રૂપિયામાં થયો હતો. તેમા પંદર બંગલાની આખી સોસાયટી 300 કરોડ રૂપિયામાં એક બિલ્ડરને વેચાઈ ગઈ હતી. પણ વર્તમાન સોદો બધાથી વધુ મોંઘો માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ