Not Set/ સુરતના વરાછામાં એક બાળક ગટરમાં ગરકાવ, બચાવ કામગીરી શરૂ

સુરત: સુરતના વરાછા વિસ્તારમાં વરસાદ દરમિયાન એક બાળક પાણીની સાથે ગટરમાં તણાઇ ગયુ હોવાની ચકચારી ઘટના બની છે. જેના પગલે સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગટરમાં પડી ગયેલા બાળકને બચાવી લેવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરના વરાછા વિસ્તારમાં આજે બપોરના […]

Top Stories Gujarat Surat Trending
In Surat, a child was fall dawn in the gutter, rescue operation started

સુરત: સુરતના વરાછા વિસ્તારમાં વરસાદ દરમિયાન એક બાળક પાણીની સાથે ગટરમાં તણાઇ ગયુ હોવાની ચકચારી ઘટના બની છે. જેના પગલે સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ગટરમાં પડી ગયેલા બાળકને બચાવી લેવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરના વરાછા વિસ્તારમાં આજે બપોરના સમયે વરસાદ આવતો હતો ત્યારે એક બાળક રમતા રમતા ગટરમાં પડી ગયુ હતુ. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે. જેના આધારે હાલ તો આ બાળકને બચાવવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. જો કે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાના કારણે  આ બાળક ગટરમાં ગરકાવ થઈ ગયું હતું.

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ મુજબ શહેરના વરાછા વિસ્તારમાં એક સાત વર્ષનું બાળક આ વરસાદી માહોલમાં રમવા માટે રસ્તા પરથી પસાર થઇ રહ્યું હતું. આ સમયે તે પાણીના પ્રવાહની સાથે રોડ પરની એક ખુલ્લી ગટરમાં પડી ગયુ હતુ.

આ ઘટના અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેના કારણે ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તાકીદે બચાવ કામગીરીને શરૂ કરી દેવામાં આવી હતી. જો કે ફાયર બ્રિગેડ દ્વારા ઓક્સિજન સાથેના  તરવૈયાઓને ગટરમાં ઉતાર્યા છે અને બાળકને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વરાછા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી ગયેલા આ સાત વર્ષના બાળકનું નામ રોહન ભીલ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસથી સુરતમાં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે રસ્તાઓ પર તમામ ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા હતા. આમા તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે.