Not Set/ ગીર સોમનાથ: મેઘરાજાની મહેર બની કહેર, બચાવ કામગીરી માટે ગામોમાં એનડીઆરએફ ટીમ તૈનાત

  ગીર સોમનાથ, 15 જુલાઈ 2018. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં પુષ્કળ માત્રામાં વરસાદ ખાબકવાના કારણે મેઘરાજાની માહેર અમુક વિસ્તરોમાં કહેર બની ગઈ છે. ગુજરાતમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં વરસાદે ઘણા વિસ્તારોમાં તબાવી મચાવી દીધી છે. તો કયાંક મેઘરાજાએ હાથતાળી આપતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતામાં છે. ઉના, રાજપરા અને માણેકપુર ગામનો પાણીમાં […]

Top Stories Gujarat Others
hlkjhlfajh ગીર સોમનાથ: મેઘરાજાની મહેર બની કહેર, બચાવ કામગીરી માટે ગામોમાં એનડીઆરએફ ટીમ તૈનાત

 

ગીર સોમનાથ,
15 જુલાઈ 2018.

છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં પુષ્કળ માત્રામાં વરસાદ ખાબકવાના કારણે મેઘરાજાની માહેર અમુક વિસ્તરોમાં કહેર બની ગઈ છે. ગુજરાતમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં વરસાદે ઘણા વિસ્તારોમાં તબાવી મચાવી દીધી છે.

તો કયાંક મેઘરાજાએ હાથતાળી આપતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતામાં છે. ઉના, રાજપરા અને માણેકપુર ગામનો પાણીમાં ગરકાવ થયો છ અને ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના પગલે અનેક ગામો તેમજ સ્કુલોમા પાણી ફરી વળ્યા છે.

જયારે વાત કરવામાં આવે તો લોકોને પ્રતિકૂળ પરિસ્થિતિઓથી બચાવવા માટે સરકાર દ્વારા રાહત બચાવની કામગીરી અંતર્ગત ઉના તાલુકાના સૈયદ રાજપરા તેમજ માણેકપુર ગામોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ડોડીયા ગામમાં પણ પાણી ચોકોર ફરી વાળવાના કારણે જનજીવન ખોરવાયું હતું. જયારે અન્ય ગામોની વાત કરવામાં આવે તો સુત્રાપાડા, કોડીનાર તેમજ ગીરગઢડામાં જળબંબાકાર મેઘ વરસ્યો છે.

જ્યારે ગીર સોમનાથમાં મેઘરાજાની ક્યાંક મહેર તો ક્યાંક કહેર જેવી સ્થિતિ સર્જાઇ ગઈ છે. જયારે ત્યાંના અમુક સ્થાનિક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. પૂરની સ્થિતિને પહોંચી વાળવા માટે સરકાર દ્વારા રાહત બચાવની કામગીરી અંતર્ગત પૂરની સ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ ની ટીમ તૈનાત કરવામાં આવી હતી.

ડોડીયા ગામે નદીના પાણી ચોમેર ફરી વળ્યાં હતા. સૂત્રાપાડા, કોડીનાર, ગીરગઢડામાં ખેતરોમાં વરસાદના પાણી ફરી વળ્યાં હતા. ધોધમાર વરસાદ વરસવાના કારણે ગામોની શેરીઓમાં નદી વહેવા લાગી હોય તેવું દ્રશ્ય સર્જાય ગયું હતું.