Gujarat Election/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ ચૂંટણી પ્રચાર કરશે

ગુજરાતમાં વિઘાનસભા ચૂંટણીના મતદાનની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે ભાજપ, આપ અને કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવાયો છે.

Top Stories Gujarat
4 1 1 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ ચૂંટણી પ્રચાર કરશે

ગુજરાતમાં વિઘાનસભા ચૂંટણીના મતદાનની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે ભાજપ, આપ અને કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવાયો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણીના મેદાનમાં આવી ગયા છે. તેઓ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન સોમનાથમાં દર્શન કર્યા પછી પ્રચારના દોરને આગળ વધારશેગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 નવેમ્બર, રવિવારે સવારે 10:15 કલાકે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. જે બાદ સવારે 11 કલાકે વેરાવળમાં આવશે. 12:45 કલાકે ધોરાજીમાં થશે. અમરેલીમાં બપોરે 2:30 કલાકે અને બોટાદમાં 6:15 કલાકે સભા સંબોધશે. આ પછી સાંજે ગાંધીનગર પરત આવશે અને રાત્રે રાજભવન ખાતે આરામ કરશે.

ગઇકાલે નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો વાપીમાં થયો હતો અને ભારે જનમેદની જોવા મળી હતી.મોદીએ જાહેર સભામાં યુવા મતદારોને કહ્યું કે આ જુવાનીયાઓના 25 વર્ષ મહત્વના છે તેમ ભારતના 25 વર્ષ પણ એટલા જ જરૂરી છે. નવા મતદારોને મારે કહેવું છે કે તમે એવી જવાબદારી ઉપાડી લો કે 25 વર્ષનું ભારત કેવું જોઈએ છે, તમારી કરિયર ગગનચૂંબી હોય, તમારે જોઈએ તેવો અવસર, તેવું જીવન, તેનો ફાયદો ઉઠાવો.