અમદાવાદ/ વાંચ ગામમાં મલ્હાર બંગલોઝમાં પાણીના ફાંફા

અમદાવાદના વાંચ ગામ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકોને પાણી ન મળતા રોષે ભરાયા છે.પાઇપલાઇન દ્વારા લોકોને પાણી ન મળતા સ્થાનિક લોકો પંચાયત તથા બિલ્ડરને રજૂઆત કરી હતી.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 11 01T124732.971 વાંચ ગામમાં મલ્હાર બંગલોઝમાં પાણીના ફાંફા

@શિવાંશુ સિંહ 

  • અમદાવાદ ગ્રામીણમાં પાણી પોકાર
  • વાંચગામના રહિશો પાણીથી વંચિત
  • બિલ્ડરના વાંકે લોકો પરેશાન
  • કેટલાય દિવસોથી નથી મળ્યું પાણી
  • તંત્રને રજૂઆત છતા જૈસે થે

Ahmedabad News: અમદાવાદ ગ્રામીણમાં આજે પણ લોકો પીવાના પાણી માટે પોકાર કરી રહ્યા છે.વાંચગામમાં આવેલ મલ્હાર બંગલોઝ જન્મે જય કોર્પોરેશન દ્વારા 2011 સ્કીમ મુકવામાં આવેલ હતી.પણ આ સ્કીમમાં પાયાની સુવિધા જ મલવા પાત્ર નથી.લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.

અમદાવાદના વાંચ ગામ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકોને પાણી ન મળતા રોષે ભરાયા છે.પાઇપલાઇન દ્વારા લોકોને પાણી ન મળતા સ્થાનિક લોકો પંચાયત તથા બિલ્ડરને રજૂઆત કરી હતી.રજૂઆતો છતા પણ લોકોની હાલત જૈસે થે.જેને પગલે ટેન્કર મારફતે લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું.

મલ્હાર સોસાયટીના રહીશોને જણાવ્યું હતું કે, ચાર દિવસથી પંચાયતનું પાણી આવતું નથી. તેથી અમે સ્થાનિક નેતાઓ અને પંચાયતમાં રજૂઆત કરી હતી.રહિશોનું કહેવું છે કે પંચાયત સ્માર્ટ સિટીની વાતો કરે છે. 24 કલાક પાણી આપવાની વાત વચ્ચે છેલ્લા 48 કલાકથી અમારી સોસાયટીને પાણીનું ટીપું મળ્યું નથી. જેથી ટેન્કર રાજની સ્થિતિ સર્જાય છે.

સોસાયટીની મહિલાઓની વેદના છે કે કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવા છતા પૂરતું પાણી મળતું નથી.પાણીને 2 માળ થી, ત્રણ માળ એમ ઉપર ચડાવવાની ફરજ પડે છે. જેથી અમે હેરાન પરેશાન છીએ. તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા હલ કરાવવામાં આવે તેવી અમારી માંગ છે.

વાંચગામના રેહવાસીઓ બિલ્ડરની જો હુકમી અને મનમાંનીના કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે.30 થી વધારે પરિવારો દ્વારા છેલ્લા ચાર દિવસથી બોરનું લાઈટ કનેક્શન બંધ કરી દેતા બોરનું પાણી બંધ કરી દેતા મહિલા વડીલો અને બાળકો પાણી વગર તકલીફમાં મુકાઈ ગયા છે.


whatsapp ad White Font big size 2 4 વાંચ ગામમાં મલ્હાર બંગલોઝમાં પાણીના ફાંફા


આ પણ વાંચો:રાધનપુર-ભાભર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટ્રેલર અને કાર અથડાતા 4 લોકોના મોત

આ પણ વાંચો:ચલથાણ નહેરમાં ડૂબેલો મજૂર 12 કલાક બાદ જીવતો બહાર નીકળ્યો

આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે જાહેરમાં પ્રેમિકા પર ચપ્પુ વડે હુમલો કરનાર પ્રેમી કિમથી ઝડપાયો

આ પણ વાંચો:સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ