Gujarat surat/ સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સુરતના નવે 9 ઝોનમાં અલગ અલગ મીઠાઈની દુકાનો કે જ્યાં ઘારી બનાવવામાં આવે છે.

Gujarat Surat
YouTube Thumbnail 2023 10 26T145837.446 સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ

@અમિત રૂપાપરા 

Surat News: હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે લોકો તહેવારોમાં મીઠાઈ ખાવાનું વધારે પસંદ કરતા હોય છેm તેમાં પણ સુરતનો પોતાનો તહેવારે એટલે ચંદી પડવો અને ચંદી પડવામાં સુરતીઓ ઘારી અને ભૂસુ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે ચંદી પડવા પહેલા જ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરમાં ઘારી બનાવતા અને ઘારીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Untitled 16 6 સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સુરતના નવે 9 ઝોનમાં અલગ અલગ મીઠાઈની દુકાનો કે જ્યાં ઘારી બનાવવામાં આવે છે. ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને માવા તેમજ ઘારી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા ઘીની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ઘીના સેમ્પલો લઈને તેને તપાસ માટે લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા હતા.

Untitled 16 7 સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ

મહત્વની વાત છે કે, તહેવારની સીઝનમાં કેટલાક વેપારીઓ વધારે નફો મેળવવા માટે મીઠાઈ બનાવવામાં ભેળસેળ કરતા હોય છે અથવા તો હલકી ગુણવત્તાનો માવો કે પછી ઘીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે તહેવારમાં આવી વસ્તુ ખાય લોકો બીમાર ન પડે એટલા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરમાં અલગ અલગ મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

Untitled 16 8 સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ

સ્થળ પર જ ઘારી બનાવવામાં વપરાતા ઘીમાં કોઈપણ પ્રકારની ભેળસેળ છે કે, નહીં તે કેમિકલ ટેસ્ટિંગના માધ્યમથી તપાસ કરી હતી. આ ઉપરાંત કેટલાક સેમ્પલોને લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે. જો આ સેમ્પલમાંથી કોઈ દુકાનદારને ત્યાંથી લીધેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવશે તો દુકાનદાર સામે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ


આ પણ વાંચો:નવરાત્રીમાં કુલ આટલા હાર્ટ એટેકના ઇમરજન્સી કોલ મળ્યા

આ પણ વાંચો:HCએ GIDC પ્લોટ ટ્રાન્સફર પર GSTની કાર્યવાહી પર આપ્યો સ્ટે

આ પણ વાંચો:પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ

આ પણ વાંચો:2025 થી પીએચડી પ્રોગ્રામમાં ક્વોટા શક્ય: IIM- અમદાવાદ