Not Set/ વિદ્યાર્થીનીએ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા

લીમખેડા, લીમખેડા આદર્શ નિવાસી શાળાની વિધાર્થીનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીની ધોરણ દસમા અભ્યાસ કરતી હતી. શુક્રવાર સવારે 10:30 થી 11:00 વાગ્યાના સમયગાળા દરમિયાન છાત્રાલયના રૂમમા પંખા પર કપડુ બાંધીને મોનિકા ડામોરે આપઘાત કર્યો હતો. મોનિકા ડામોરે સવારના 11 વાગ્યા આસપાસ છાત્રાલયના રૂમમાં પંખા સાથે કપડું બાંધીને ગળે ફાંસો ખાઈ તેણે […]

Gujarat
monika2 વિદ્યાર્થીનીએ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા

લીમખેડા,

લીમખેડા આદર્શ નિવાસી શાળાની વિધાર્થીનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીની ધોરણ દસમા અભ્યાસ કરતી હતી. શુક્રવાર સવારે 10:30 થી 11:00 વાગ્યાના સમયગાળા દરમિયાન છાત્રાલયના રૂમમા પંખા પર કપડુ બાંધીને મોનિકા ડામોરે આપઘાત કર્યો હતો.

મોનિકા ડામોરે સવારના 11 વાગ્યા આસપાસ છાત્રાલયના રૂમમાં પંખા સાથે કપડું બાંધીને ગળે ફાંસો ખાઈ તેણે આત્મહત્યા કરી લેતા શાળાના કેમ્પસમાં સોપો પડી ગયો હતો.

આત્મહત્યા અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મોનિકા ડામોર પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વેજમા માતરિયા ગામની વતની હતી. તેણે આત્મહત્યા શા માટે કરી તેનું કારણ જાણવા મળ્યું નથી.