દિલ્હી,
આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોના ઓફિસ ઓફ પ્રોફિટ મામલે શુક્રવારે ચૂંટણી પંચે રાષ્ટ્રપતિને ભલામણ મોકલી છે. કેટલાંક મીડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, ઇલેક્શન કમીશને આ 20 ધારાસભ્યોને અયોગ્ય ગણવાની ભલામણ કરી છે. ત્યારે ઇલેક્શન કમીશને રાષ્ટ્રપતિને આપના 20 ધારાસભ્યોના પદને અયોગ્ય ઠેરવવાની ભલામણ કરતાં આમ આદમી પાર્ટીમાં રાજકીય ભુકંપ આવ્યો છે. બીજી તરફ ઇલેક્શન કમિશનના સુત્રો જણાવ્યા મુજબ, “અમે રાષ્ટ્રપતિને શું ભલામણ મોકલી છે, તે વિશે હાલ કોઈ ખુલાસો કરવામાં આવશે નહીં”.

ઇલેક્શન કમિશનના આ રિપોર્ટ પર હવે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શું નિર્ણય લે છે. તેના પર સૌની નજર મંડરાયેલી છે. આપના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ચૂંટણી પંચ દ્રારા ધારાસભ્યોને પુછ્યા વગર જ એક તરફી નિર્ણય લેવાઇ રહ્યો છે.
Kejriwal has no right to continue.
Half of his cabinet ministers removed on corruption charges!
20 MLAs who were enjoying ministerial perks would be disqualified!Where is Lokpal?
The MLAs and Ministers enjoying perks of power and foreign travel-Where is political probity?— Ajay Maken (@ajaymaken) January 19, 2018
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે આપના 21 ધારાસભ્યોને નોટિસ ઇશ્યૂ કરી હતી. આપના નેતા અરવિંદ કેજરીવાલે આ ધારાસભ્યોને સંસદીય સચિવ તરીકે નિમણૂક કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટે પણ 8 ડિસેમ્બર 2016ના રોજ 21 ધારાસભ્યોની સંસદીય સચિવ તરીકેની નિમણૂકને રદ કરી દીધી હતી.
