Government Coal Department/ દિવાળી પહેલા સામાન્ય માણસની જેમ સરકારે પણ ભંગારમાંથી કરી અધધધ….કમાણી

સરકારના કોલસા વિભાગે ખાસ ઝુંબેશ ચલાવી અને તેની તમામ ઓફિસો અને કામગીરીમાંથી ભંગાર એકઠો કર્યો અને તેનું વેચાણ કરીને 28.79 કરોડ રૂપિયાની કમાણી કરી.

Top Stories India
YouTube Thumbnail 2023 10 25T170124.796 દિવાળી પહેલા સામાન્ય માણસની જેમ સરકારે પણ ભંગારમાંથી કરી અધધધ....કમાણી

ભારતમાં અત્યારે તહેવારોની પૂરજોશમાં સિઝન ચાલી રહી છે. નવરાત્રિ પૂર્ણ થતા જ લોકો દિવાળીની તૈયારીમાં લાગે છે. દિવાળી પર્વની ઉજવણી કરવા લોકોના ઘરોમાં સફાઈ અભિયાનની શરૂઆત થાય છે. લોકો પોતાના ઘરના ખૂણે-ખૂણેથી કચરો કાઢી ઘરને સ્વચ્છ બનાવે છે. લોકો પોતાના ઘરમાં પડેલ જૂના ભંગાર અને પસ્તી કાઢવા લાગે છે. અને તેમાંથી કમાણી કરે છે. સામાન્ય લોકોની જેમ સરકારે પણ દિવાળી પહેલા ભંગારમાંથી સારી કમાણી કરી છે.

દિવાળીને હિન્દુઓનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બરે દેશભરમાં ઉજવવામાં આવશે. સામાન્ય રીતે ભારતીય ઘરોમાં દિવાળી પહેલા મોટા પાયે સફાઈ અને રંગકામનું કામ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, બજારમાં ભંગારનો વ્યવસાય કરતા લોકોની માંગ વધે છે. તમામ સરકારી સ્થાનો પર રહેલો કચરો દૂર કરવા સફાઈ કામ કરતા બહુ બધો જૂનો ભંગાર ભેગો કર્યો. અને આ ભંગારનું વેચાણ કરી સરકારે માનવામાં ના આવે એટલી કમાણી કરી છે.  દિવાળી પહેલા સફાઈ અભિયાન હાથ ધરતા સરકારી જગ્યાએથી બહુ બધો ભંગાર અને કચરો નીકળ્યો હતો.

સરકારના કોલસા વિભાગે પણ સફાઈ અભિયાન હાથ ધરી ભંગારમાંથી સારી એવી કમાણી કરી. સરકારના કોલસા મંત્રાલયે એક ખાસ ઝુંબેશ ચલાવી અને તેની તમામ ઓફિસો અને કામગીરીમાંથી ભંગાર એકઠો કર્યો અને તેનું વેચાણ કરીને 28.79 કરોડ રૂપિયાની કમાણી કરી. એટલું જ નહીં, આ ભંગાર વેચવાનો ફાયદો એ થયો કે કોલસા મંત્રાલયની કામગીરી અને ખાણો દ્વારા કબજે કરવામાં આવેલી 50,59,012 ચોરસ ફૂટ જગ્યા ખાલી થઈ ગઈ. આ વિસ્તાર એટલો મોટો છે કે 100 યાર્ડમાં 5000 થી વધુ મકાનો બનાવી શકાય છે.

કોલસા મંત્રાલયના જણાવ્યા મુજબ આ ભંગારમાંથી અત્યાર સુધીમાં કુલ 1,08,469 જેટલી ફાઈલો બહાર આવી છે. તેમાંથી લગભગ 8,088 ફાઈલો એવી હતી કે જેની હવે જરૂર નથી. તેથી તેને દૂર કરવામાં આવશે. એટલું જ નહીં, લગભગ 80,305 ફાઇલોની સમીક્ષા કરવામાં આવી હતી અને તેમાંથી લગભગ 29,993 ફાઇલોને હવે ઓનલાઇન ઇ-ફાઇલમાં રૂપાંતરિત કરવામાં આવી છે.

કોલસા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભંગારને એકત્ર કરવાનું અભિયાન એક મહિનાથી વધુ ચાલ્યું હતું. આ ઝુંબેશના બીજા અને ત્રીજા સપ્તાહમાં કોલસા મંત્રાલયે આવી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી ઉપયોગી સામગ્રી છે અને ભંગાર સામગ્રીને અલગ કરી. આ પછી તમામ ભંગાર સામગ્રીને એકત્ર કરવાનું કામ શરૂ કર્યું અને પછી તેને વેચીને લગભગ 29 કરોડ રૂપિયા એકત્રિત કર્યા.


whatsapp ad White Font big size 2 4 દિવાળી પહેલા સામાન્ય માણસની જેમ સરકારે પણ ભંગારમાંથી કરી અધધધ....કમાણી


આ પણ વાંચો : દશેરાના દિવસે લગભગ 400 હિન્દુઓએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ, આ હતું મુખ્ય કારણ

આ પણ વાંચો : અમદાવાદ/ મેટ્રો રેલ સામે ઉપવાસ, અમને આવાસ આપો

આ પણ વાંચો : Modi Cabinet Decisions/ ખેડૂતોના હિતમાં કેન્દ્રીય કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું છે….