Not Set/ કારગિલ યુદ્ધના હીરો યોગેશ કુમાર બન્યા આર્મીની ૧૪મી કોરના GOC

નવી દિલ્હી, વર્ષ ૧૯૯૯માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલના યુદ્ધમાં સેનાના ઘણા જવાનોએ પોતાની શહાદત આપી હતી અને ભારતને જીત અપાવી હતી. આ સેનાના જવાનોમાં શામેલ એવા લેફ્ટનન્ટ જનરલ યોગેશ કુમારને કારગિલના હીરો તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે તેઓની હવે ૧૪મી કોર આર્મીનાં જનરલ ઓફિસર કમાન્ડીંગ (GOC) તરીકે લેફ્ટનન્ટ જનરલ યોગેશ કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ […]

India Trending
Dl7qdQ0UUAAC53p કારગિલ યુદ્ધના હીરો યોગેશ કુમાર બન્યા આર્મીની ૧૪મી કોરના GOC

નવી દિલ્હી,

વર્ષ ૧૯૯૯માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલના યુદ્ધમાં સેનાના ઘણા જવાનોએ પોતાની શહાદત આપી હતી અને ભારતને જીત અપાવી હતી. આ સેનાના જવાનોમાં શામેલ એવા લેફ્ટનન્ટ જનરલ યોગેશ કુમારને કારગિલના હીરો તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે તેઓની હવે ૧૪મી કોર આર્મીનાં જનરલ ઓફિસર કમાન્ડીંગ (GOC) તરીકે લેફ્ટનન્ટ જનરલ યોગેશ કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ લેફ્ટનન્ટ જનરલ એસ કે ઉપાધાય્યનાં સ્થાને આવ્યા છે.

યોગેશ કુમાર જોશી ૧૭માં ‘ફાયર એન ફ્યુરી’ કોરનાં કમાન્ડર બની ગયા છે. આ કમાન્ડર કારગિલ વોરના હીરો રહ્યાં હતા. તેઓ ટાઈગર હિલના ૧૩માં જમ્મુ અને કશ્મીર રાઈફલ્સના કમાન્ડીંગ ઓફિસર હતા. હવે તેઓને ૧૪મી કોરનાં JOC (જનરલ ઓફિસર કમાન્ડીંગ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

૧૯૯૦ના ઓપરેશન વિજય દરમ્યાન યોગેશ કુમાર જોશી લેફ્ટેનન્ટ કર્નલ હતા. એમને દ્રાસ સેક્ટરમાં પોઈન્ટ ૫૧૪૦ પર કબ્જો મેળવવાની જવાબદારી આપવામાં આવી હતી. લેફ્ટનન્ટ કર્નલ જોશીએ પોતાની આવડત અને મક્કમતથી દુશ્મનોનાં હોશ ઉડાવી દીધા અને સફળતાપુર્વક આ લક્ષ્યને હાંસલ કરી લીધો હતો.

આ ઓપરેશનમાં પોતાની ટીમને હિંમત આપીને કર્નલ આગળ વધતા રહ્યા અને કર્નલ વિજયનાં નેતૃત્વ હેઠળ ટીમે છ દુશ્મનોને ઠાર માર્યા હતા.

તેઓના નેતૃત્વ હેઠળની આ બટાલિયનએ ઘણી ખ્યાતીઓ પ્રાપ્ત કરી હતી. આ બટાલિયનને બે પરમવીર ચક્ર, ૮ વીર ચક્ર (તેમના સહિત) અને ૧૪ સેના મેડલ સાથે નવાજવામાં આવી હતી.

લેફ્ટનન્ટ કર્નલ જોશીના નેતૃત્વ હેઠળની બટાલિયનને ‘બ્રેવેસ્ટ ઓફ ધ બ્રેવ’ ના ટાઇટલથી પણ સન્માનિત કરવામાં આવ્યું હતું.

આર્મીના ૧૪માં કોરના JOC બન્યા બાદ હવે તેઓનો સામનો ચોથી વખત ચાઈનીસ ટ્રુપ્સ સાથે થશે. વેસ્ટર્ન અને ઇસ્ટર્ન લદ્દાખ વિસ્તારની જવાબદારી એમની અન્ડરમાં આવે છે. વેસ્ટર્ન લદ્દાખમાં કારગીલનો સમાવેશ થાય છે, જ્યાં પાકિસ્તાન સાથેની LOC (લાઈન ઓફ કંટ્રોલ) છે.

જયારે ઇસ્ટર્ન લદ્દાખમાં આ ૧૪મી કોર LAC (લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) ચાઈના સાથે શેર કરે છે. સિયાચીન બ્રિગેડ, જે દુનિયાનું સૌથી ઉચે આવેલું યુદ્ધ મેદાન છે, એ LOC વિસ્તાર આ આર્મી કોરનાં નેતૃત્વમાં આવે છે.