Not Set/ હિંમતનગર: ઘરનું ઘર લેવા જતા અનેક લોકો ફસાયા, બિલ્ડરે ઘર ખરીદનારાઓ સાથે કરી છેતરપીંડી

હિંમતનગર, મકાન બાબતે બિલ્ડરો દ્વારા ગ્રાહકો સાથે થતી છેતરપીંડીના બનાવોમાં વધુ એક બનાવનો વધારો થયો છે. જેમાં સામાન્ય નાગરિકને પણ ઘરનું  ઘર લેવાનું સપનું સાકાર કરવા જતા અનેકવાર વિચારવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે. હિંમતનગરમાં જલારામ મંદિર વિસ્તારમાં વર્ષ ૨૦૧૩-૧૪માં શરૂ થયેલી પ્રોટોન એન્જીન્યરીંગ પ્લસ નામની ડેવલોપર પેઢીએ ફ્લેટની આકર્ષક સ્કીમ ઉભી કરી […]

Top Stories Trending
34a290bb 8b6c 436d b1cd 6c79f1801ac2 7 હિંમતનગર: ઘરનું ઘર લેવા જતા અનેક લોકો ફસાયા, બિલ્ડરે ઘર ખરીદનારાઓ સાથે કરી છેતરપીંડી

હિંમતનગર,

મકાન બાબતે બિલ્ડરો દ્વારા ગ્રાહકો સાથે થતી છેતરપીંડીના બનાવોમાં વધુ એક બનાવનો વધારો થયો છે. જેમાં સામાન્ય નાગરિકને પણ ઘરનું  ઘર લેવાનું સપનું સાકાર કરવા જતા અનેકવાર વિચારવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.

હિંમતનગરમાં જલારામ મંદિર વિસ્તારમાં વર્ષ ૨૦૧૩-૧૪માં શરૂ થયેલી પ્રોટોન એન્જીન્યરીંગ પ્લસ નામની ડેવલોપર પેઢીએ ફ્લેટની આકર્ષક સ્કીમ ઉભી કરી લોકોને ઘરના સપના બતાવ્યા.

જેમાં ૩૨ જેટલા ફ્લેટ બનાવીને તેના માટે ૮.૮૧ લાખ રૂપિયાનું બુકીંગ લેવામાં આવ્યુ હતુ. પરંતુ પૈસા ચુકવ્યા બાદ પણ લોકોને ફ્લેટનું પઝેશન મળ્યું નહી અને બિલ્ડરોએ ફ્લેટ બારોબાર તેમના સગાને વેચી તેમના નામના દસ્તાવેજ કરી દીધા.

હિંમતનગર ડીવાયએસપી ભરત બારોટનું કહેવા મુજબ, આ બાબતે ફરીયાદ મુજબ બીલ્ડરે ફ્લેટને વેચાણ કર્યા છે અને જે ૩૨ ફ્લેટ છે પરંતુ તે ફ્લેટના વેચાણ માટેની રકમ પણ મેળવી લીધા બાદ ફ્લેટ નહી આપીને અને પોતાના સગાને નામે વેચાણ કરી દઇ છેતરપીંડી આચરી છે, ફરીયાદ દાખલ કરીને આરોપીઓની તપાસ હાથ ધરી છે જેમાં વધુ આરોપીઓ પણ ખુલી શકે છે

બિલ્ડરે હાથ અધ્ધર કરી દીધા..ત્યારે આખરે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને પોલીસે છેતરપીંડીની ફરીયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે..