USA : ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને અવકાશમાં લઈ જનારૂં બોઈંગનું સ્ટારલાઈનર મિશનને મોકૂફ રાખવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, ટેકનિકલ ખામીને કારણે મિશનને સ્થગિત કરાયું છે. હજું સુધી કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.
બોઈંગનું સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ આંતરરાષ્ટ્રીય સમય અનુસાર સવારે 8:04 વાગ્યે રવાના થવાનું હતું. સ્ટારલાઈનર વિલિયમ્સના બૂચ વિલ્મોરને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જવાનું હતું. દરમિયાન ઓક્સિજન રિલિફ વાલ્વમાં ખામી સર્જાતા મિશનને અનિશ્ચિત સમય માટે ટાળી દેવામાં આવ્યું છે. જોકે, સુનિતા વિલિયમ્સ આ મિશનને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.
આ પણ વાંચો:ઈલેક્ટ્રિક કારને હેક કરીને ચીન લાવી શકે છે અકસ્માતોનું તોફાન! અમેરિકન સાયબર નિષ્ણાતની ચેતવણી
આ પણ વાંચો:પન્નુના કેસનો ઉકેલ ભારતે અમેરિકા સાથે સંબંધ ન બગડે તે રીતે લાવવો પડશે