ગમખ્વાર અકસ્માત/ સુરતમાં બે લક્ઝુરિયસ કારનો અકસ્માત, બે લોકોના ઘટના સ્થળે જ મોત

સરથાણા વિસ્તારમાં આવેલા ખડસદ રોડ પર નવા રિંગ રોડ પર બે કાર ધડાકાભેર અથડાઈ હતી જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે,

Top Stories Gujarat Surat
Untitled 130 1 સુરતમાં બે લક્ઝુરિયસ કારનો અકસ્માત, બે લોકોના ઘટના સ્થળે જ મોત

સુરતમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ખડસદ રોડ પર નવા રિંગ રોડ પર બે કાર ધડાકાભેર અથડાઈ હતી જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે એકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી કારમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કઢાયાં હતાં. હાલ સમગ્ર અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના આઉટર રીંગ રોડ પર સરથાણા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાનું સામે આવ્યું છે.  સુઝુકી અર્ટીકા અને ટાટા હેરિયર કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અંગે જાણ થતાં લોકોની ભીડ ઉમટી પડી હતી. અકસ્માતની જાન થતા પોલીસ અને  108 એમ્બ્યુલન્સ ઘટના સથે દોડી આવ્યા હતા જે બાદમાં ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને પતરા કાપીને લોકોને બહાર કાઢયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વડોદરામાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતની તપાસ હાથ ધરી છે. ગઈકાલે મોડી રાત્રે બનેલઈ અકસ્માતની ઘટનાને લઈ પોલીસે FIR નોંધી છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો:થરાદના ખેડૂતોએ  4થી5 વર્ષથી ઉછેરેલા દાડમનાં પાકમાં મોટું નુકસાન

આ પણ વાંચો:બિપોરજોયના કહેરથી ધરતી પુત્રને રોવાનો વારો, દિયોદરમાં બાજરીના પાકોનો સત્યાનાશ

આ પણ વાંચો:સુરતમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

આ પણ વાંચો:અનૈતિક સંબંધમાં કિન્નર એ યુવકને જીવતો સળગાવ્યો