Not Set/ તાઉતે વાવાઝોડાથી 13નાં મોત, અસરગ્રસ્તોને ચુકવાશે કેશડોલ અને ઘરવખરીની સહાય

ગુજરાતમાં તોફાન મચાવી વાવાઝોડુ તાઉતે ધીમે ધીમે  આગળ વધી રહ્યું છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી છે. રાજ્યમાં આવેલા તાઉત વાવાઝોડાએ નુકસાન કર્યુ છે.  જેમાં  દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે.  અનેક જગ્યાએ વૃક્ષો વાવાઝોડાને કારણે ઝાડ ધરાશાયી થઈ ગયા છે. લાઇટોને નુકસાન પહોંચ્યું છે. રાજ્યભરમાં 5951 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો […]

Top Stories Gujarat Others
Untitled 229 તાઉતે વાવાઝોડાથી 13નાં મોત, અસરગ્રસ્તોને ચુકવાશે કેશડોલ અને ઘરવખરીની સહાય

ગુજરાતમાં તોફાન મચાવી વાવાઝોડુ તાઉતે ધીમે ધીમે  આગળ વધી રહ્યું છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી છે.

રાજ્યમાં આવેલા તાઉત વાવાઝોડાએ નુકસાન કર્યુ છે.  જેમાં  દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે.  અનેક જગ્યાએ વૃક્ષો વાવાઝોડાને કારણે ઝાડ ધરાશાયી થઈ ગયા છે. લાઇટોને નુકસાન પહોંચ્યું છે. રાજ્યભરમાં 5951 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 2101 ગામમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. 165 સબસ્ટેશનને નુકસાન પહોંચ્યું છે. 950 ટુકડીઓ ઈલેક્ટ્રિસિટી શરૂ થાય તે માટે કામ કરી રહી છે. રાજ્યમાં આવતીકાલ સુધીમાં તમામ લાઈટો શરૂ થઈ જશે. મુખ્યમંત્રીએ આ માહિતી આપી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ-ચાર પ્રકારનું નુકસા થયું છે.  તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે.  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની  કામગીરી કરાશે.