Not Set/ ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં ફાયરિંગ, 49ના મોત, હત્યારાએ એફબી લાઈવ કરી ઘટના

ન્યૂઝીલેન્ડ, ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની એક મસ્જિદમાં ફાયરીંગ થયું હોવાની ઘટના સામે આવી છે,જેમાં અનેક લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે.લોકલ મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ ફાયરિંગમાં 40 લોકોના મોત થયા છે. આ ફાયરિંગમાં 40 લોકોના મોત થયા છે.હત્યારાએ ગોળીબારો કરતા પહેલા તેની હેલ્મેટ પર કેમેરા લગાવ્યો હતો અને સમગ્ર હત્યાકાંડને ફેસબૂક પર લાઈવ કર્યો હતો. […]

Top Stories World Trending
ppl 1 ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં ફાયરિંગ, 49ના મોત, હત્યારાએ એફબી લાઈવ કરી ઘટના

ન્યૂઝીલેન્ડ,

ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની એક મસ્જિદમાં ફાયરીંગ થયું હોવાની ઘટના સામે આવી છે,જેમાં અનેક લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે.લોકલ મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ ફાયરિંગમાં 40 લોકોના મોત થયા છે.

આ ફાયરિંગમાં 40 લોકોના મોત થયા છે.હત્યારાએ ગોળીબારો કરતા પહેલા તેની હેલ્મેટ પર કેમેરા લગાવ્યો હતો અને સમગ્ર હત્યાકાંડને ફેસબૂક પર લાઈવ કર્યો હતો.
પોલીસે આ મામલે બે પુરુષ અને એક મહિલા સહિત 3ની ધરપકડ કરી છે.હત્યારની કારમાંથી વિસ્ફોટક મળી આવ્યા હતા.આ સિવાય તેમની પાસેથી એન્ટી ઈસ્લામિક 87 પાના મળી આવ્યા હતા.

લોકલ મીડિયાના રિપોર્ટ પ્રમાણે એક બીજી મસ્જિદમાં પણ ગોળીબારો થયા છે. ક્રાઇસ્ટચર્ચમાં આવેલી અલ નૂર મસ્જિદમાં લોકો નમાઝ પઢી રહ્યા હતા ત્યારે કોઈ અજ્ઞાત હુમલાખોર ધસી આવ્યો હતો અને તેણે અંધાધુધ ફાયરિંગ શરૂ કરતાં અનેક લોકો મોતને ભેટ્યા છે.

હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી બાંગ્લાદેશની ટીમના કેટલાક ખેલાડીઓ પણ આ મસ્જિદમાં નમાઝ પઢવા ગયા હતા,જોકે તેઓ બચી ગયા હતા.મસ્જિદમાં એક્ટિવ શુટિંગની માહિતી મળતા જ તમામ ખેલાડી બાકી લોકોની સાથે મસ્જિદમાંથી નીકળી ગયા. તમામને પાર્કની બાજુવાળા રસ્તામાંથી પાછા ઓવલ મેદાનની તરફ લાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શનિવારના રોજ ત્રીજી ટેસ્ટ મેચ ક્રિસ્ટચર્ચમાં જ રમાવાની છે.

ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં ફાયરિંગ, 49ના મોત, હત્યારાએ એફબી લાઈવ કરી ઘટના

આ ઘટના પછી પોલીસે હુમલાખોરની તપાસ શરૂ કરી છે.હાજર પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો હુમલાખોરોએ કાળા કપડાં પહેર્યા છે અને માથા પર હેલમેટ પહેરેલું છે. તેમની પાસે ઓટોમેટિક હથિયાર છે, આથી તેઓ ફાયરિંગ કરી રહ્યાં હતા.