@નિકુંજ પટેલ
બેંગલોરની સ્ટાર્ટ અપ કંપનીની સીઈઓ સુચના શેઠે પોતાના ચાર વર્ષના બાળકની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે 39 વર્ષીય સુચના શેઠ પોતાના દિકરાને લઈને ગોવા આવી હતી અને હોટેલમાં લઈ જઈને તેની હત્યા કરી નાંખી હતી. ગોવા પોલીસે હત્યાના બે દિવસ બાદ બુધવારે આ બાબતે શંકા કરી છે.
ગોવા પોલીસના જણાવ્યા મુજબ જે હોટેલના રૂમમાં સુચના રોકાઈ હતી તે હોટેલમાંથી કફ સિરપની બે ખાલી બોટલ મળી આવી છે. પોલીસને શંકા છે હત્યા પહેલા સુચનાએ તેના દિકરાને કફ સિરપનો હેવી ડોઝ આપ્યો હશે. સુચના શેઠે પોતાને ખાંસી હોવાનું કહીને કફ સિરપની આ બોટલ હોટેલના એક કર્મચારી પાસે મંગાવી હતી.
બીજીતરફ મડતક બાળકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. કર્ણાટકના હિરિયુર સરકારી હોસ્પિટલના ડોક્ટર કુમાર નાઈકે કહ્યું હતું કે બાળકની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી છે. એવું જણાય છે કે તકિયા અથવા રૂમાલથી ગળુ દબાવવામાં આવ્યું હતું. પરંતુ હાથનો ઉપયોગ થયો નથી. બાળકનો ચહેરો અને છાતી પર સોજા હતા. તેના નાકમાંથી લોહી પણ વહી રહ્યું હતું. બાળકનું મોત પોસ્ટમોર્ટમના 36 કલાક પહેલા થયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ સુચના મુળ પશ્ચિમ બંગાળની રહેવાસી છે પણ બેંગ્લોરમાં રહેતી હતી. જ્યારે વેંકટ રમન કેરળના રહેવાસી છે. બન્નેના 2010માં લગ્ન થયા હતા. વેંકટ રમન એઆઈ ડેવલપર છે. 2019માં સુચનાએ એક બાળકને જન્મ આપ્યો હતો.
જોકે 2020માં સુચના અને તેના પતિ વચ્ચે વિવાદ શૂ થયો હતો. બાદમાં તેમણે 2022માં છુટાછેડાની અરજી કરી હતી. જેમાં કોર્ટે આદેશ આપ્યો હતો કેસુચનાના પતિ પોતાના બાળકને દર રવિવારે મળી શકે છે. બીજીતરફ સુચના ઈચ્છતી ન હતી કે પતિ બાળકને મળે. પોલીસને શંકા છે કે તેને કારણે જ સુચનાએ બાળકની હત્યા કરી હશે.
હત્યા સમયે વેંકટ રમન જાકાર્તા (ઈન્ડોનેશિયા)માં હતો. મિડીયાના અહેવાલમાં દાવો કરાયો છે કે 7 જાન્યુઆરીના રોજ વેક્ટે વિડીયો કોલ કરીને તેના બાળક સાથે વાત કરી હતી. ત્યારબાદ સુચના શેઠે બાળકની હત્યા કરી હતી.
ગોવા પોલીસે બોલાવતા વેંકટ 9 જાન્યુઆરીએ કર્ણાટકના ચિત્રદુર્ગ આવ્યો હતો. તેની સંમત્તિ બાદ બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બુધવારે તે બાળકનો મૃતદેહ લઈને ચિત્રદુરેગથી બેંગ્લોર પહોંચ્યા હચા. બેંગ્લોરના હરીશચંદ્ર ઘાટ પર બાળકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:Breaking News/એકનાથ શિંદેને હટાવવાનો અધિકાર ઉદ્ધવને નથી, સ્પીકરે પૂર્વ સીએમને આપ્યો મોટો ઝટકો
આ પણ વાંચો:દિલ્હી/કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ નકારી કાઢ્યું, સોનિયા અને ખડગે નહીં જાય અયોધ્યા
આ પણ વાંચો:INDIAN NAVY/ભારતીય નૌકાદળ સંરક્ષણ ક્ષેત્રે થયો વધારો, અદાણીએ વિકસાવ્યું સ્વદેશી ટેક્નોલોજી ડ્રોન
