Delhi Kalkaji Property Dealer Manjit Singh Murder: દિલ્હીના કાલકાજી વિસ્તારમાં શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે એક પ્રોપર્ટી ડીલરની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ 48 વર્ષીય મંજીત સિંહ તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ મંજીત સિંહ પ્રોપર્ટી સંબંધિત કામ માટે કાલકાજીના L બ્લોકમાં ગયા હતા. ત્યાં કોઈ મુદ્દે વિવાદ થયા બાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મંજીત સિંહના ભાઈને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રોપર્ટીના વિવાદ બાદ હુમલો થયાની આશંકા
મળતી માહિતી પ્રમાણે મંજીત સિંહ કાલકાજીના L બ્લોકમાં આવેલી પ્રોપર્ટી(Delhi Property Dealer Murder) અંગેના કામ માટે પહોંચ્યા હતા. દરમિયાન તેમની સાથે કેટલાક લોકો સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાની આશંકા છે. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મંજીત સિંહને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ભાઈને પણ માર માર્યાનો પરિવારનો આરોપ
ઘટનાની જાણ થતાં મંજીત સિંહના(Delhi Property Dealer Murder) પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા. પરિવારના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે મંજીત રસ્તા પર ગંભીર હાલતમાં પડેલા હતા. તેમના ભાઈ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી, જેના કારણે તેમને ઈજા થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકના ભાઈ દિલબાગ સિંહે જણાવ્યું કે શનિવારે મોડી સાંજે તેમને મંજીત સાથે ઝઘડો થયો હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેઓ પોતાની બહેન સાથે L બ્લોક પહોંચ્યા હતા. ત્યાં મંજીત રસ્તા પર પડેલા જોવા મળ્યા હતા.
બહેને કહ્યું- ‘મારા ભાઈને ઢોર માર મારવામાં આવ્યો’
મંજીત સિંહની(Delhi Property Dealer Murder) બહેને આરોપ લગાવ્યો છે કે તેમના ભાઈને માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે મંજીત પ્રોપર્ટીનું કામ કરતા હતા અને આ જ કામના સંબંધમાં તેઓ L બ્લોક ગયા હતા. પરિવારને ઘટનાની જાણ થતાં તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, હુમલા દરમિયાન મંજીતના ભાઈને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. બીજી તરફ મંજીત સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મંજીત સિંહના બે બાળકો હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું છે.
પોલીસ તપાસમાં લાગી
ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. હુમલાનું ચોક્કસ કારણ, તેમાં સામેલ લોકો અને પ્રોપર્ટી(Delhi Property Dealer Murder) વિવાદની ભૂમિકા અંગે પોલીસ માહિતી એકત્ર કરી રહી છે. પરિવારના આરોપોની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યાનું ચોક્કસ કારણ અને જવાબદાર લોકો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.
