New Delhi News : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 16 વર્ષની કિશોરી (16 Year Old Girl)ની હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી કિશોરીનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, કેસમાં ત્રણ સગીર સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કિશોરી સાથે ગેંગ રેપ (Delhi Gangrape)બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
કેસમાં પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી બે છરી, કપડાં અને એક ટેમ્પો સહિતની વસ્તુઓ કબજે કરી છે.
રાહુલ ગાંધીએ મહિલા સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે દિલ્હીની ઘટનાને લઈને મહિલા સુરક્ષા (Women Safety)નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંબોધીને દિલ્હી પોલીસ તેમના નિયંત્રણ હેઠળ હોવાનો ઉલ્લેખ કર્યો અને મહિલાઓની સુરક્ષાની જવાબદારી અંગે સવાલ કર્યો. રાહુલ ગાંધીએ ઝડપી ધરપકડ, કડક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.
તેમણે પોતાની પોસ્ટમાં કહ્યું કે દિલ્હીમાં મહિલાઓ માટે સુરક્ષા(Women Safety)નો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે. તેમણે આરોપીઓને તાત્કાલિક પકડવા અને કડક સજા કરવાની માંગ સાથે પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.
સ્વરૂપ નગર કેસમાં 10 સપ્ટેમ્બરથી કિશોરી ગુમ હત
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કિશોરી (Minor Girl)10 સપ્ટેમ્બરના રોજ ઘરેથી નીકળી હતી. પરિવારના જણાવ્યા મુજબ, તે અગાઉ પણ ક્યારેક ઘરેથી બહાર જતી અને થોડા દિવસ બાદ પરત ફરતી હતી. આ કારણે પરિવાર તરફથી તાત્કાલિક ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી.
13 સપ્ટેમ્બરના રોજ સ્વરૂપ નગરના એક ખેતરમાં પાંદડા અને માટી નીચે મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની સ્થિતિને કારણે ઓળખ કરવામાં પણ મુશ્કેલી પડી હતી. ત્યારબાદ પોલીસે ટેકનિકલ અને ફોરેન્સિક તપાસ શરૂ કરી હતી.
રખડતા કૂતરાઓએ ખાધું શરીર
અહોવાલો મુજબ , પીડિતાનો મૃતદેહ એટલી ખરાબ સ્થિતિમાં મળી આવ્યો હતો કે ફોરેન્સિક નિષ્ણાતોને તેનું લિંગ નક્કી કરવામાં મુશ્કેલી પડી હતી. તેના શરીરના કેટલાક ભાગો રખડતા કૂતરાઓ ખાઈ ગયા હતા, ખેતરમાં તેનો એક હાથ અલગ પડેલો મળી આવ્યો હતો. તેના શરીર પર છરાના અનેક ઘા હતા, જે દર્શાવે છે કે તેના પર કેટલી ક્રૂરતા કરવામાં આવી હતી.
Delhi Gangrape : એક સગીર આરોપી કિશોરીને ઓળખતો હતો
પોલીસના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક 17 વર્ષનો સગીર કિશોરી (Minor Girl)ને ઓળખતો હતો. 10 સપ્ટેમ્બરની સાંજે બંને મળ્યા બાદ અન્ય યુવકો પણ તેની સાથે જોડાયા હતા. પોલીસના પ્રાથમિક તારણ મુજબ, આરોપીઓએ કિશોરી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને ખેતર તરફ લઈ જઈ તેની હત્યા કરી હતી.
પોલીસ હવે ઘટનાક્રમમાં દરેક આરોપીની ચોક્કસ ભૂમિકા, ફોરેન્સિક પુરાવા અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તેની તપાસ કરી રહી છે.
CCTV તપાસથી પોલીસને મળ્યો મહત્વનો સુરાગ
દિલ્હી પોલીસે 50થી વધુ CCTV ફૂટેજની તપાસ (CCTV Investigation)કરી હતી. જોકે, કિશોરી સીધી રીતે CCTVમાં દેખાઈ નહોતી. તપાસ દરમિયાન ખેતરની આસપાસ એક ટેમ્પોની શંકાસ્પદ હિલચાલ પોલીસના ધ્યાનમાં આવી હતી.
CCTVમાં ટેમ્પોમાં ચાર યુવકો દેખાયા હતા. પોલીસે ખડ્ડા કોલોની વિસ્તારમાં ટેમ્પો શોધી કાઢ્યો અને તેના ડ્રાઇવરની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે ચાર આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી.
પોલીસે જણાવ્યું છે કે જપ્ત કરાયેલા પુરાવાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. કેસની તપાસ હજુ ચાલુ છે અને પોલીસ ઘટનાની સંપૂર્ણ કડી જોડવા માટે વધુ પુરાવા એકત્ર કરી રહી છે.
