Crime Delhi/ દિલ્હીમાં યુવકે શંકાને પગલે લીવ ઈન પાર્ટનર પર કર્યા ચાકૂના અસંખ્ય ઘા, યુવતીને આવ્યા 850 ટાંકા

દિલ્હીમાં બનેલી એક દર્દનાક ઘટનામાં લીવ ઈનમાં રહેતી યુવતીને તેના પાર્ટનરે ચાકૂના અસંખ્ય ઘા મારીને ઘાયલ કરી નાંખી હતી. યુવતીને શરીર પર 850 ટાંકા લેવા પડયા છે

Top Stories India
લીવ ઈન

@નિકુંજ પટેલ

દિલ્હીમાં બનેલી એક દર્દનાક ઘટનામાં લીવ ઈનમાં રહેતી યુવતીને તેના પાર્ટનરે ચાકૂના અસંખ્ય ઘા મારીને ઘાયલ કરી નાંખી હતી. યુવતીને શરીર પર 850 ટાંકા લેવા પડયા છે અને તે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. યુવતીના ચારિત્ર્ય પર શંકા કરીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે આ કેસમાં ઉત્તરપ્રદેશના રહેવાસી રિંકુની ધરપકડ કરી છે. દિલ્હીમાં 15 એપ્રિલના રોજ બનેલા આ બનાવમાં માથા ફરેલા પ્રેમીએ પોતાની લીવ ઈન પાર્ટનરના શરીર પર ચાકૂના એટલા ઘા માર્યા હતા કે ડોક્ટર પણ યુવતીની હાલત જોઈને ચોંકી ઉઠ્યા હતા. યુવતીને સારવાર અર્થે હિંદુ રાવ હોસ્પિટલમાં દાખલ કરવામા આવી છે જ્યા તેના શરીર પર 850 થી વધુ ટાંકા લેવા પડ્યા છે.

ઉત્તર દિલ્હીના રૂપનગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કમલાનગરના રહેવાસી ભરતે એપ્રિલ મહિનામાં જણાવ્યું હતું કે 2011માં તેની બહેનના લગ્ન થયા હતા. પરંતુ પતિ પત્ની વચ્ચે કેટલાક વિવાદોને પગલે તેઓ અલગ રહેતા હતા. બાદમાં મહિલાએ જવાહરનગરમાં રહેવાનું શરૂ કર્યું હતું. પોલીસનું રહેવું છે કે છ સાત વર્ષ પહેલા ભરતની બહેનને રિંકુ નામના યુવક સાથે પ્રેમ થયો હતો. રિંકુ કમલાનગરની એક જુતાની દુકાનમાં કામ કરતો હતો.

બાદમાં બન્ને લીવ ઈન રીલેશનમાં સાથે રહેવા લાગ્યા હતા. જોકે થોડા સમય બાદ તેમની વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. રિંકુ સાથે ઝઘડો થતા યુવતી રિંકુને છોડીને કમલાનગરમાં એક પીજીમાં રહેવા લાગી હતી.

પોલીસના જણાવ્યા મુજબ 15 એપ્રિલના રોજ ભરતને સવારે પીજીમાંથી ફોન આવ્યો હતો. જેમાં તેની બહેન પર ચાકૂથી હુમલો કરીને તેનું ગળુ કાપી નાંખવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. તેણે ઘટનાસ્થળે જઈને જોયું તો તેની બહેન લોહીલુહાણ હાલતમાં પડી હતી. તેના ગળા અને આખા શરીર પર ઈજાના નિશાન હતા.

સારવાર માટે તેને હિંદુરાવ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેને 850થી વધુ ટાંકા લેવામાં આવ્યા હતા. જોકે આરોપી તે સમયે ફરાર થઈ ગયો હતો. જોકે તે તેના સંબંધીઓ અને મિત્રો સાથે ફોન પર વાત કરતો રહેતો હતો. પોલીસે તેનું લોકેશન મેળવતા ગુજરાતમાં મળ્યું હતું. બાદમાં દિલ્હી પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસ પુછપરછમાં રિંકુએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બિજનૌર/યુવતી બેહોશ થઈ ગઈ ત્યાં સુધી આરોપી દુષ્કર્મ કરતો રહ્યો

આ પણ વાંચો:Haryana/ગુડગાંવમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરી માર્યો ઢોરમાર, ત્રણ ફરાર આરોપીની તપાસ

આ પણ વાંચો:દર્દનાક હત્યા/બિહારમાં મંદિરના પુજારીની કરપીણ હત્યાથી ચકચાર, જીભ અને ગુપ્તાંગ કાપી ચહેરો…