બિજનૌર/ યુવતી બેહોશ થઈ ગઈ ત્યાં સુધી આરોપી દુષ્કર્મ કરતો રહ્યો

એક આરોપી પર દુષ્કર્મનો જ્યારે બીજા પર વિડીયો બનાવીને વાયરલ કરવાનો આરોપ છે. જોકે આ બનાવ સામુહિક બળાત્કાર

Top Stories India
YouTube Thumbnail 2023 12 20T160006.402 યુવતી બેહોશ થઈ ગઈ ત્યાં સુધી આરોપી દુષ્કર્મ કરતો રહ્યો

@નિકુંજ પટેલ

બિજનૌરના જનપદ વિસ્તારમાં બનેલી એક ઘૃણાસ્પદ ઘટનામાં દલિત યુવતીને ખેતરમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ ઘટના એક વર્ષ પહેલાની છે પરંચતુ દુષ્કર્મનો અસ્લિલ વિડીયો વાયરલ થતા આ બનાવનો ખુલાસો થયો હતો. આ ઘટના સંદર્ભે પોલીસે બે શક્સોની દરપકડ કરી છે. એક આરોપી પર દુષ્કર્મનો જ્યારે બીજા પર વિડીયો બનાવીને વાયરલ કરવાનો આરોપ છે. જોકે આ બનાવ સામુહિક બળાત્કારનો હોવાની શંકા સેવાઈ રહી છે.

હલ્દૌર થાણા વિસ્તારમાં બનેલી આ ઘટનાના વિડીયો પરથી  સ્પષ્ટ થાય છે કે યુવતી બેહોશ થઈ ગઈ ત્યાં સુધી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના ડિસેમ્બર 2022ની છે.

યુવતીના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ તેમની દિકરીને નજીકના ગામ ધર્મપુરા નિવાસી એક યુવક  શેરડીના ખેતરમાં લઈ ગયો હતો અને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તેની સાથે આવેલા યુવકે દુષ્કર્મનો વિડીયો બનાવ્યો હતો. તે સમયે યુવતીએ વિરોધ કર્યો હતો પરંતુ કુટુંબીજનોને ઘટનાની જાણ કરશે તો જાનથી મારી નાંખશે એવી ધમકી તેમણે આપી હતી અને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

પોલીસે ફરિયાદ દાખલ થયા બાદ ધર્મપુરાના રહેવાસી હિરેન્દ્ર વિરૃધ્ધ દુષ્કર્મ અને યુવતીના ગામના શખ્સ નાવેદ સામે વિડીયો બનાવી વાયરલ કરવાનો ગુનો નોંધાયો હતો. એવી પણ શંકા સેવાઈ રહી છે કે આરોપીઓએ આ વિડીયોને આધારે પિડીતાને અવારનવાર બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ કર્યું હશે. પોલીસના જણાવ્યા મુજબ બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા

આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન

આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો