અમદાવાદ/ મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પાંચ મેચો રમાઈ હતી.આ મેચો દરમિયાન લાખો દર્શકો મેચનો આનંદ માણવા આવ્યા હતા.

Gujarat Ahmedabad
YouTube Thumbnail 2023 12 19T184217.977 મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા
  • અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચદરમિયાન એકઠું કર્યું પ્લાસ્ટિક
  • પાંચ મેચમાં લોકોએ વાપર્યું અધધ પ્લાસ્ટિક મટીરીયલ
  • એક હજાર કિલો પ્લાસ્ટિકનો સદુપયોગ
  • 10 પ્લાસ્ટિકના બાંકડાઓ અને 500 જેકેટ બનાવ્યા

@મેહુલ દુધરેજીયા 

Ahmedabad News: અમદાવાદ કોર્પોરેશન વેસ્ટ પ્લાસ્ટિક નો સદઉપયોગ કરીને નવતર પ્રયોગ હાથ ધર્યો હતો.અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પાંચ મેચો રમાઈ હતી.આ મેચો દરમિયાન લાખો દર્શકો મેચનો આનંદ માણવા આવ્યા હતા.જે દરમિયાન લાખો પાણીની બોટલ અને ફૂડ પેકેટનો ઉપયોગ લોકોએ કર્યો હતો.કોર્પોરેશન મેચ દરમિયાન સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું.જેમાંથી હજારો કિલો પ્લાસ્ટિક ને અલગ કરવામાં આવ્યું હતું.

આ પ્લાસ્ટિક કોર્પોરેશન અને મુંબઈ ની એક સંસ્થાએ સાથે મળીને રીસાઇકલ કર્યો હતો.આ રીસાઇકલ માંથી કોર્પોરેશન માટે દસ પ્લાસ્ટીકના બાંકડાઓ બનાવ્યા હતા.સફાઈ કર્મીઓ માટે રીફલેકટર વાળા જેકેટ બનાવવામાં આવ્યા હતા.દસ બોટલો માંથી એક જેકટ બન્યું હતું.આવા 500 જેકેટ બનાવવામાં આવ્યા હતા.

કોર્પોરેશનના બગીચા વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્રાયોગિક રીતે રીસાઇકલ કરવામાં આવ્યું હતું.જેમાં એક હજાર કિલો પ્લાસ્ટિક નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જેમાં વેફરના પેકેટ હોય કે પાણીની બોટલો હોય તમામ નો ઉપયોગ લેવામાં આવ્યો હતો.

એક તરફ કચરો સાફ થયો તો બીજી તરફ નવા બાંકડાઓ પણ મળ્યા હતા.જો દરેક લોકો પ્લાસ્ટિક નો ઉપયોગ આ રીતે કરે તો કોર્પોરેશન ને સ્વચ્છતા સાથે નવા બાંકડાઓ પણ મળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:ઉધનામાં યુવતીનો આપઘાત, લોકોએ બનાવ્યો વીડિયો પણ ના બચાવ્યો જીવ

આ પણ વાંચો:ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી, ગવર્મેન્ટ કારમાં GPS ટ્રેકર લગાવેલ મળ્યું

આ પણ વાંચો:આપણે હિન્દુના નામથી એક થવાની જરૂર છે: નીતિન પટેલ