Civil Hospital-Surgery/ બાળકીની શ્વાસનળીમાં ઘૂસી ગયેલો સોયાબીનના દાણો કાઢવા સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકાગાળામાં બે બાળકોના પેટમાંથી સર્જરી દ્વારા ફોરન બોડી બહાર કાઢવાની સફળ સર્જરી કરવામાં આવી છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 04 28T154245.593 બાળકીની શ્વાસનળીમાં ઘૂસી ગયેલો સોયાબીનના દાણો કાઢવા સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી

@શિવાંશુ સિંહ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકાગાળામાં બે બાળકોના પેટમાંથી સર્જરી દ્વારા ફોરન બોડી બહાર કાઢવાની સફળ સર્જરી કરવામાં આવી છે. આ કિસ્સાની વિગત એવી છે કે મહેસાણાના વતની અને વ્યવસાયે સુથારી કામ કરતા ખોડાભાઈની ત્રણ વર્ષની દીકરી 1લી એપ્રિલ 2024ના રોજ રમતમાં  આકસ્મિક રીતે સોયાબીન શ્વાસ નળીમાં જતા  તીવ્ર શ્વાસોશ્વાસની તકલીફ ઉભી થઈ. ખોડાભાઈનાં પત્ની મનીષાબેનને સોયાબીનનો દાણો ખાધા પછી તરત જ ઉધરસ આવતા શ્વાસ નળીમાં સોયાબીનનો દાણો ગયો હોવાની શંકા જતા સાંજે સાત વાગ્યાની આસપાસ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા.

મહેસાણા સિવિલમાં તેને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સતત ઓક્સિજનની જરૂર પડી રહી હતી.  ત્યારબાદ પાંચમી એપ્રિલ 2024ના રોજ મહેસાણા સિવિલથી આર્યાને ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી. પાંચ દિવસ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ રાખ્યા દરમ્યાન આર્યાનો છાતીનો સીટી સ્કેન કરતા (HRCT થોરાક્સ) શ્વાસનળીના નીચેના ભાગમાં કોઇ વસ્તુ ફસાયેલી હોવાનુ માલુમ પડ્યુ.

ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે 1,200 બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રીફર કરવામાં આવી જ્યાં  તાત્કાલિક ધોરણે બાળરોગ સર્જન ડૉ. જયશ્રી રામજી, પ્રોફેસર, ડૉ‌. સ્મિતા (પ્રોફેસર) અને ડૉ. નિલેશ (એસો. પ્રોફેસર) એનેસ્થેસિયા વિભાગની ટીમ દ્વારા તેની બ્રોન્કોસ્કોપી કરવામાં આવી આર્યા ને માતાએ જે શંકા કરી હતી તે સાચી પડી.બ્રોન્કોસ્કોપી દ્વારા તેની શ્વાસ નળી માંથી સોયાબીનનો દાણો કાઢવામાં આવ્યો. જે ઓપરેશન પછી ધીરે ધીરે તેને શ્વાસની તકલીફ દુર થતા અને પોસ્ટઓપરેટીવ કોઇપણ બીજી તકલીફ ન રહેતા સ્વસ્થ જણાતા રજા આપવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવે રાહુલ ગાંધીનું રાજામહારાજાઓ પર વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો:હીરાની ચોરીના આરોપીને પોલીસે 33 વર્ષ પછી પકડ્યો

આ પણ વાંચો:જામનગર મહાનગરપાલિકાના SSI પર હુમલો