વલસાડ/ આદિવાસી સમાજનો આક્રોશ: માંગણીઓ પૂરી નહિ થાય તો વિધાનસભા ઘેરાવનું એલાન

આદિવાસીઓના વિરોધ આંદોલનની આગેવાની લેનાર અનંત પટેલ સહિતના આગેવાનો કોઈપણ રીતે માનવા તૈયાર નથી. અને દિવસે દિવસે આંદોલન મોટું સ્વરૂપ લઈ રહ્યું છે.

Top Stories Gujarat
Untitled 28 6 આદિવાસી સમાજનો આક્રોશ: માંગણીઓ પૂરી નહિ થાય તો વિધાનસભા ઘેરાવનું એલાન

દક્ષિણ ગુજરાતમાં સુચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ચાલી રહેલું આંદોલન વેગ પકડી રહ્યું છે. હવે આગામી 25મી માર્ચ ના રોજ આંદોલનના ભાગરૂપે આદિવાસીઓને ગાંધીનગર કૂચ કરવાની પણ હાકલ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ મુદ્દે સરકાર જ્યાં સુધી શ્વેતપત્ર બહાર નહીં પાડે ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે તેવો હુંકાર આજે વલસાડના કપરાડામાં યોજાયેલ આંદોલનની આગેવાની લેનાર કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે કર્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા માં આજે આદિવાસી સંગઠનો અને કોંગ્રેસ દ્વારા ડેમ હટાવો આદિવાસી બચાવોના બેનર હેઠળ વિરોધ રેલી યોજી હતી.  સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ના વિરોધમાં આદિવાસીઓ સરકાર સામે મેદાને પડયા છે .

છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી સંગઠનો તાપી થી વાપી સુધી વિરોધી આંદોલન કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે વલસાડના કપરાડા માં વિરોધી રેલી યોજાઇ હતી.આ વિરોધી રેલીમાં આંદોલનની આગેવાની લેનાર અનંત પટેલ , વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા , પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ભાઈ ચૌધરી , સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ના શિવસેનાના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકર અને દાદરાનગર હવેલીના કોંગ્રેસના અગ્રણી પ્રભુ ટોકીયા ,દમણથી યુવા નેતા ઉમેશ પટેલ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.

જોકે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કપરાડા જાણે પોલીસ છાવણીમાં ફેરવાયું હોય. કપરાડા માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જાહેર સભાને સંબોધતા અનંત પટેલ સહિતના નેતાઓએ ડેમના વિરોધમાં અંત સુધી લડી લેવા ની વાત કરી હતી. અત્યાર સુધી આ વિરોધી આંદોલન મુદ્દે તાપી થી વાપી સુધીના સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જ થયેલ વિરોધ સભાઓ યોજાઇ હતી. જોકે હવે આગામી 25મી તારીખે આ સૂચિત પ્રોજેક્ટ ના વિરોધમાં આદિવાસીઓ ને ગાંધીનગર કુચ કરવાની આગેવાનોએ હાકલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે આ સૂચિત રિવર લિંક પ્રોજેક્ટ ના શરૂ થયેલા વિરોધી આંદોલન બાદ સરકારના મંત્રીઓથી લઈ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના ભાજપ ના ધારાસભ્યો પણ આવો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નહીં આવતો હોવાનું જણાવી આદિવાસી સમાજ નો વિશ્વાસ સંપાદીત કરવાના પ્રયાસ કરી કરવામાં આવી રહ્યા છે. જો કે તેમ છતાં વિરોધ આંદોલનની આગેવાની લેનાર અનંત પટેલ સહિતના આગેવાનો કોઈપણ રીતે માનવા તૈયાર નથી. અને દિવસે દિવસે આંદોલન મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. આથી આગામી 25 મી તારીખે આંદોલનના મુદ્દે ગાંધીનગરમાં માહોલ ગરમાય તેમ લાગી રહ્યું છે.

National/ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા ઉમાભારતીનો નનૈયો, કહ્યું મારે જરૂર નથી

ગુજરાતી લોક ગાયિકા/ અમેરિકામાં લોક ગાયિકા ગીતા રબારીના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ