Disa/ માનવ ભ્રુણ મળી આવતા તરછોડનાર સામે લોકોમાં ફિટકારની લાગણી

માનવ ભ્રુણ મળી આવતા તરછોડનાર સામે લોકોમાં ફિટકારની લાગણી

Gujarat Others
ss1 3 માનવ ભ્રુણ મળી આવતા તરછોડનાર સામે લોકોમાં ફિટકારની લાગણી

મા ની મમતા મારી પરવારી હોય તેમ સમાજ માં નવજાત બાળક અવાર નવાર મળી આવતા હોય છે. નવજાત મળ્યા સુધી તો બરાબર છે, પરંતુ  સરકારની બેટી બચાઓ ની જાહેરાતો અને સ્લોગન વચ્ચે અન્જ્મ્યા બાળકનું ભ્રુણ મળી આવ્યું છે. સરકાર ભલે ગમેતેટલી જાહેરાત કરે અને પોસ્ટર લગાવે બેટી બચાવો બેટી પઢાવો’. પરંતુ આજે પણ સમજમાં દીકરી અને દીકરા વચ્ચે કરવામાં આવતા ભેદભાવ અને હોસ્પીટલમાં ચાલતા લિંગ પરીક્ષણ નું આ મોટામાં મોટું ઉદાહરણ છે. આજે પણ ઘણા હોસ્પીટલમાં માતાના ગર્ભમાં રહેલા બાળકનું જતી પરીક્ષણ કોઈ પણ રોકટોક વિના કરવામાં આવતું હોય છે. અને અજ્ન્મેલા બાળકની હત્યા પણ કરવામાં આવતી હોય છે.

Gandhinagar / શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત, આ તારીખથી…

Gandhinagar / ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષ

આવો જ કેસ કિસ્સો ડીસા ખાતે બહાર આવ્યો છે. આ બનાવ ની વિગત એવી છે કે ડીસા શહેરના રાજપુર થી ભોપાનગર જવાના માર્ગ ઉપર આવેલ અમન પાર્ક પાસે કોઈ એ બુધવારે વહેલી સવારે બાળક નું મૃત ભ્રૂણ ફેંકી ગયું હતું જેની જાણ સ્થાનિકો ને થતા લોકો ના ટોળાં એકત્ર થઈ ગયા હતા અને આ અંગે પોલીસ ને જાણ કરતા શહેર દક્ષિણ પોલીસ ની ટિમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃત ભ્રૂણ ને પી એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો આ મામલે આ ભ્રુણ ફેકનાર ની શોધખોળ હાથ ધરી છે આવું કૃત્ય આચરનાર સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…