Not Set/ મોટર વ્હીકલ એક્ટ/ ગુજરાતવાસીઓ આજથી રહો સાવધાન, ટ્રાફિક નિયમ તોડ્યો છે તો થશે ભારે દંડ

ટ્રાફિકનાં નિયમનો ભંગ કરનારા આજથી રહે સાવધાન, કારણ કે રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો અને આકરા દંડનો અમલ આજથી શરૂ થઇ ગયો છે. હવે હેલ્મેટ, પીયુસી અને એચએસઆરપી નહીં હોય તો નાગરિકોએ જૂના દંડ કરતાં પાંચ ગણો દંડ ભરવો પડશે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં કરેલા સુધારા બાદ દેશભરમાં તેનો અમલ શરૂ કર્યો છે. ગુજરાતમાં પણ […]

Top Stories Gujarat Others
New Motor Vehicle Act મોટર વ્હીકલ એક્ટ/ ગુજરાતવાસીઓ આજથી રહો સાવધાન, ટ્રાફિક નિયમ તોડ્યો છે તો થશે ભારે દંડ

ટ્રાફિકનાં નિયમનો ભંગ કરનારા આજથી રહે સાવધાન, કારણ કે રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો અને આકરા દંડનો અમલ આજથી શરૂ થઇ ગયો છે. હવે હેલ્મેટ, પીયુસી અને એચએસઆરપી નહીં હોય તો નાગરિકોએ જૂના દંડ કરતાં પાંચ ગણો દંડ ભરવો પડશે.

Related image

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં કરેલા સુધારા બાદ દેશભરમાં તેનો અમલ શરૂ કર્યો છે. ગુજરાતમાં પણ અમલ શરૂ થયો હતો. જો કે લોકોમાં નવા દંડ સામે રોષને જોતા સરકારે નવા નિયમો પ્રમાણે દંડ વસૂલવાની મર્યાદા વધારી હતી અને વાહનચાલકોને 10 સપ્ટેમ્બર સુધીની છૂટ આપી હતી ત્યારબાદ સરકારે નવા નિયમોમાં દંડની માંડવાળની રકમમાં ઘટાડો કર્યો હતો. અને છેલ્લે 15 ઓક્ટોબરથી નવા નિયમો અનુસાર દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે પાછળથી દિવાળીનાં તહેવારોને અનુલક્ષી સરકારે 31 ઓક્ટોબર સુધી નવા ટ્રાફિક નિયમોનાં પાલનની મુદત લંબાવી હતી. જે હવે પૂર્ણ થઇ ગઇ છે અને હવે જો તમે ટ્રાફિકનાં નિયમનો ભંગ કર્યો તો તમારે ભારે દંડ આપવા તૈયાર રહેવુ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.