Ahmedabad News : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)પર કસ્ટમ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સની દાણચોરીનો મોટો પર્દાફાશ થયો છે. અધિકારીઓએ બેંગકોકથી આવેલા એક ભારતીય નાગરિક પાસેથી 15 કિલો હાઇડ્રોપોનિક કેનાબીસ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની ગેરકાયદેસર બજારમાં કિંમત અંદાજે 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
ડ્રી અને કસ્ટમ અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓએ આ શખ્સના સમાનની તપાસ કરતાં ચાર કાપડની થેલીઓમાં લપેટાયેલ 10 એરટાઈટ પોલિથીન પેકેટ મળ્યા હતા. આ પેકેટોમાં લીલો ગઠ્ઠા જેવો પદાર્થ હતો જેની ટેસ્ટિંગમાં હાઇડ્રોપોનિક કેનાબીસ હોવાનું જણાયું હતું. હાઇડ્રોપોનિક કેનાબીસ એક પ્રકારનું મારિજુઆના છે જેને ખાસ તકનીકથી ઉગાડવામાં આવે છે. આ ડ્રગ્સનું સેવન કરવું ગુનો છે અને તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.
આ ઉપરાંત, અધિકારીઓએ થાઇલેન્ડથી આવેલા એક નાગરિક પાસેથી 6 કિલો હાઇડ્રોપોનિક વીડ પણ જપ્ત કર્યું છે. આ ઓપરેશન દ્વારા ડ્રગ્સની દાણચોરી કરતાં આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો છે. અધિકારીઓ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના 18 વર્ષીય યુવકનુ ડ્રગ્સ ઓવરડોઝના કારણે મોત
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમબ્રાંચે 1.03 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપ્યું
આ પણ વાંચો: અમદાવાદમાં સોસાયટીના 14મા માળેથી ઝડપાયું ડ્રગ્સ
